ડાંગ જિલ્લાનો જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૬મી જુલાઇએ યોજાશે

0
1012

(ડાંગમાહિતી બ્યુરો)ઃ આહવા તા.૦૬ જુલાઇઃ- મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને પ્રતિમાસ યોજાતા જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમ જુલાઇ માસનો ડાંગ જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.ર૬/૦૭/ર૦૧૮નાં રોજ યોજાશે.

          જિલ્લા કલેકટર કચેરી ડાંગઆહવાની યાદીમાં જણાવ્યા અનુસાર તા.૨૬/૦૭/ર૦૧૮નાં રોજ ડાંગ જિલ્લાનો જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ સવારે ૧૧ વાગ્યે, કલેક્ટર કચેરી-આહવાના સભાખંડમાં ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમારના અધ્યક્ષ સ્થાને યોજાશે.

          આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રજાજનોના જો કોઇ પ્રશ્ન, રજુઆત, ફરિયાદ હોય તો સંબંધિત કચેરી/વિભાગને બારોબાર મોકલી, તેની એક નકલ કલેક્ટરશ્રી, ડાંગને તા.૧૪/૦૭/ર૦૧૮ સુધીમાં મોકલી આપવા જણાવાયું છે. ન્યાયની કોર્ટમાં ચાલતા વિવાદ, મહેસૂલી કોર્ટને લગતા પ્રશ્નો, સબ જ્યુડિશિયલ પ્રશ્નો તથા નોકરીને લગતા પ્રશ્નો આ ફોરમમાં રજુ કરી શકાતા નથી, જેની પ્રજાજનોને નોંધ લેવા જણાવાયું છે. 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY