નર્મદા જિલ્લામાં ગરમીનો પારો 40 ડીગ્રી ઉપર જતા જનજીવન ઠપ્પ, રાજપીપળામાં કપિરાજ બેભાન 

0
108

પીટીસી કોલેજ ખાતે કપિરાજ ગરમીને કારણે બેભાન થતા સારવાર હેઠળ ખસેડાયો

નર્મદા વન વિભાગે પણ ગરમી થી રક્ષણ આપવા પાણી અને લીલા ખોરાકની વ્યવસ્થા કરી.

રાજપીપલા  :  હાલ ગુજરાત ભરમાં 40 ડિગ્રી ની ઉપર તાપમાન વધવાને કારણે લોકો પરેશાની નો સામનો કરી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લો પણ એમાંથી બાકાત રહ્યો નથી આજે નર્મદા માં 40 ડિગ્રીની ઉપર તાપમાનનો પારો નોંધાતા વન વિસ્તાર ધરાવતા નર્મદા જિલ્લામાં પશુ પક્ષીઓ પણ ગરમીથી બીમાર પડતા હોય તેવો કિસ્સો આજે બનવા પામ્યો છે. આજે બપોરના સુમારે રાજપીપળાની પી.ટી.સી કોલેજના કેમ્પસમાં એક બીમાર કપિરાજ આવી ચઢ્યો હતો. ત્યારે કોલેજની યુવતીઓ ઘબરાઈ ગઈ હતી પરંતુ આ કપિ રાજ બેભાન અવસ્થામાં હતો જેથી કોલેજ ના આચાર્ય ભારતીબેન ભાવસારે વન વિભાગને કોલ કરતા વન વિભાગની રેસ્ક્યુ ટિમ દોડી આવી હતી, અને આ કપિરાજને વેટરનરી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જ્યાં વેટરનરી ડોક્ટર એ તપાસ કરી આ વાનર માં ડીહાઇડ્રેશન ના લક્ષણો ોતા ગરમી ને કારણે આ વાનર બેભાન થઇ જવાં તારણ ાઢી સારવાર આપી હતી. અને વન વિભાગને સૂચના આપી ગરમી માં પણ પશુ પક્ષીઓ ને વધુ પ્રમાણ માં પાણી મળે તે મુજબની સૂચના આપી હતી જોકે વન વિભાગ આ ગરમી માં પશુ પક્ષીઓ ને પાણી મળે તે માટે સજ્જ હોવાનું સ્થાનિ વનકર્મી એ જણાવ્યું હતું અને આ વાનર ને સારવાર બાદ ઠંડી જગ્યા એવી રાજપીપળાની નર્સરી ખાતે ખસેડાયો હતો અને તેની તબિયત સુધરતાં તેને દૂર જંગલમાં છોડવામાં આવશે.

હાલમાં ગરમીનું પ્રમાણ ખુબ વધીરહ્યુ છે. ત્યારે જંગલી જીવો પર ખાસ અસર પડે છે અને ખાસ કરીને પશુઓ સૂકો કચરો ખાય છે પણ જેને પચાવવા પાણી જોઈએ એવું પિતા નથી કે માલિકો પીવડાવતા નથી જેથી ગરમીમાં ડી હાઇડ્રેશન થઇ જાય છે. જો પશુઓ જાનવરો ને જરૂરીત મુજબની ઠંડક ના મળે તો તેઓ પર ગરમીની અસર હાવી થાય અને બેભાન થઇ જાય આ કપિરાજ પર ગરમીની લપેટમાં આવ્યો છે. >>> એન.એ.ચૌધરી (વેટરનરી ડોક્ટર -રાજપીપલા )

રાજપીપલા વિસ્તારમાં અને જંગલોમાં પશુ પક્ષીઓ માટે પાણી સુવિધા અને ઠંડક રહે એવી સુવિધા વન વિભાગ દ્વારા કરવામાં આવે છે અને જોકોઈ પ્રાણીઓને આવી સ્થિતિ બને ત્યારે અમારી ટીમ પહોંચી સારવાર કરાવે છે ને પુન: ત્યાં છોડી દેવામાં આવે છે.,એસ.એન.તડવી (આર.એફ.ઓ.-રાજપીપલા )

ચીફ રિપોર્ટર,નર્મદા.,ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY