સુરત મહાનગરપાલિકા ના અધિકારીઓ પર ACB ની તવાઈ

0
597

સુરત મહાનગરપાલિકા ના વિવિધ અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટચાર ની મળેલ અરજીઓ પરત્વે સુરત ACB ના નાયબ નિયામક આર એસ પટેલ ની સીધી સૂચના અને દોરવણી હેઠળ જુદા જુદા કાબેલ પોલીસ અધિકારીઓ એ ઝીણવટભરી તપાસ કરી આજ રોજ જુદા જુદા કેસો માં
ગુન્હા નોંધી સરાહનીય કામગીરી કરતા મ.ન.પા.ના લંચિયાઓ માં ફફડાટ મચી ગયો હતો.

એ.સી.બી.પો.સ્ટે.માં સુરત મહાનગરપાલીકામાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર ,ડેપ્યુટી ઇજનેર અને આસીસ્ટન્ટ ઇજનેર વિરૂધ્ધમાં એક અને કાર્યપાલક ઇજનેર વિરૂધ્ધમાં અન્ય બે એમ મળી કૂલ ૩ સત્તાના દુરઉપયોગ અંગેના ફોજદારી ગુનાઓ ભ્રષ્ટાચાર નિવારણ અઘિનિયમ ૧૯૮૮ ની વિવિઘ કલમો હેઠળ દાખલ કરવામાં આવ્યા
અરજદારશ્રી ગોપાલભાઇ કનૈયાલાલ લાંભા રહે.૫/૧૧૪૦, હરીપુરા, ચંદા ભવન-૩, તરતીયા હનુમાન શેરી સુરતનાઓએ સસુરત મહાનગરપાલીકામાં ફરજ બજાવતા વિવિઘ અઘિકારીઓ વિરૂધ્ધમાં ભષ્ટાચારના અને ગેરીતિના આક્ષેપો સાથે વિવિઘ અરજીઓ કરેલ હતી જે અરજીઓની તપાસ શ્રી આર.એસ.પટેલ, મદદનીશ નિયામક, એ.સી.બી.સુરત એકમ નાઓના સુપરવિઝન હેઠળ સુરત શહેર એ.સી.બી.પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર એન.પી.ગોહિલ દ્રારા કરવામાં આવી રહેલ હતી. ઉપરોકત અરજી તપાસોના અંતે સુરત મહાનગરપાલીકામાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર અને આસીસ્ટન્ટ ઇજનેરનાઓએ સત્તાનો દુરઉપયોગ કરી ભષ્ટાચાર નિવારણ અઘિનિયમ હેઠળ ગુનો કરેલ હોવાથી આજ રોજ નીચે મુજબના ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે.
(૧) સુરત શહેર એ.સી.બી.પો.સ્ટે. ગુ.ર.નં.૦૫/૨૦૧૮ ભ્રષ્ટ્રાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૧૨,૧૩(૧)ડી(ર) તથા ૧૩(૨) મુજબ
ફરીયાદી : શ્રી એન.પી.ગોહીલ, પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે.

આરોપી : (૧) કાર્યપાલક ઇજનેર શ્રી માનસંગભાઇ નરસંગભાઇ ચૌધરી રહે.એ/૫૯, મહાવીર રો-હાઉસ, હની પાર્ક રોડ, અડાજણ સુરત. મુળ વતન- મુ.ડાલીસણા, તા.ખેરાલુ, જી.મહેસાણા (ર) ડેપ્‍યુટી ઇજનેર શ્રી નિલેશકુમાર રામચંદ્ર રામાવત રહે.૧૨, કિષ્‍ના રો હાઉસ, એલ.પી.સવાણી રોડ, અડાજણ, સુરત મુળ વતન- ગામ- ગઢડા તા.મુળી જી.સુરેન્‍દ્રનગર અને (૩) આસીસ્‍ટન્‍ટ ઇજનેર નિલેશકુમાર રીપુભાઇ પટેલ રહે. જે/૩૦૧, અંજની એન્‍કલેવ, વૈષ્‍નદૈવી કેનાલ રોડ, જહાંગીરપુરા, સુરત મુળ વતન-બામણવેલ, તા.ચીખલી જી.નવસારી

ગુનો દાખલ તારીખ /સમય : તા.૦૭/૦૪/૨૦૧૭ ના કલાક ૦૯/૩૦

તપાસ કરનાર અધિકારી : શ્રી સી.કે.પટેલ, સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. સુરત.

ગુનાની ટુંક વિગત :સુરત મહાનગરપાલીકા દ્રારા ઇસ્યુ કરવામાં આવેલ ટેન્ડર નોટીસ નં. એસીઇ/લાઇટ/ઇઇસી/૦૧/૨૦૧૭-૧૮ જીલાની બ્રીજની સ્ટ્રીટ લાઇટના કામે સાહેદ ગોપાલભાઇ લાભા નાઓએ શ્રી ક્રિષ્ણા એજન્સીઝના નામથી ભરેલ ટેકનીકલ બીડમાં માંગ્યા મુજબની તમામ ડોક્યુમેન્ટ ઓન લાઇન રજુ કરવા છતા તેઓનું ટેન્‍ડર ક્વોલીફાય ન થાય તે માટે સુરત મહાનગરપાલીકામાં ફરજ બજાવતા શ્રી એમ.એન.ચૌધરી, કાર્યપાલક

ઇજનેર, શ્રી નિલેષભાઇ રામાવત, ડેપ્‍યુટી ઇજનેર અને શ્રી નિલેષભાઇ પટેલ, આસીસ્‍ટન્‍ટ ઇજનેર, નાઓએ એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત ઇરાદે રાજ્યસેવક તરીકેના હોદ્દા/સત્‍તાનો દુરઉપયોગ ટેન્‍ડર દફતરે કરી રીઇન્‍વાઇટ કરવાનો ખોટો રીપોર્ટ કરેલ છે. ઉપરોકત કામ માટે નવું ટેન્‍ડર બહાર પાડતા જે આઘારે ઘારા ઇલેકટ્રીકલ, અંકલેશ્‍વરનાઓનું ટેન્‍ડર (કુલ રૂ. ૯૫,૪૨,૫૧૦/-) મંજુર થયેલ હતું. અગાઉ જ્યારે ઉપરોકત જણાવ્યા મુજબ શ્રી ક્રિષ્ણા એજન્સીઝનું ટેન્ડર ખોટો રીપોર્ટ કરી ડીસ્કોલીફાય કરવામાં આવેલ હતું તે વખતે પણ ઘારા ઇલેકટ્રીકલ, અંકલેશ્‍વરનાઓએ ટેન્ડર ભરેલ હતું. આમ, ઉપરોક્ત જણાવેલ ત્રણેય આરોપીઓએ રાજ્યસેવક તરીકેના હોદ્દા/સત્‍તાનો દુરઉપયોગ એવી રીતે કરેલ કે જેના કારણે ઘારા ઇલેકટ્રીકલ, અંકલેશ્‍વરનાઓને ઉપરોક્ત કામગીરી મળેલ હતી અને ઘારા ઇલેકટ્રીકલ, અંકલેશ્‍વરનાઓને આર્થિક લાભ થયેલ હતો.

(૨) સુરત શહેર એ.સી.બી.પો.સ્ટે. ગુ.ર.નં.૦૬/૨૦૧૮ ભ્રષ્ટ્રાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૧૩(૧)ડી(ર) તથા ૧૩(૨) મુજબ
ફરીયાદી : શ્રી એન.પી.ગોહીલ, પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે.
આરોપી : કાર્યપાલક ઇજનેર શ્રી માનસંગભાઇ નરસંગભાઇ ચૌધરી રહે.એ/૫૯, મહાવીર રો-હાઉસ, હની પાર્ક રોડ, અડાજણ સુરત. મુળ વતન- મુ.ડાલીસણા, તા.ખેરાલુ, જી.મહેસાણા
ગુનો દાખલ તારીખ /સમય : તા.૦૭/૦૪/૨૦૧૭ ના કલાક ૧૧/૩૦
તપાસ કરનાર અધિકારી : શ્રી સી.કે.પટેલ, સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. સુરત.
ગુનાની ટુંક વિગત: સુરત મહાનગરપાલીકા દ્રારા ઇસ્યુ કરવામાં આવેલ ટેન્ડર નોટીસ નં.ACE/LIGHT/ EEC/09/2015-2016 કામ નં.1-૩ અને ૫ જેમા કામ નં.૧ ના યુનિટરેટના કામના ટેન્ડરના ટેકનીકલ બીડ તથા શિડ્યુલ “બી” માં સ્પષ્ટ રીતે સી.આર.શીટવાળા પોલના ઉપયોગ કરવાનુ લખેલ છે. જ્યારે કામ નં.૩ એટલે કે ભગવાન મહાવીરથી વડોદ તળાવ રોડના કામના ટેન્ડરના ટેકનીકલ બીડમાં ટેકનીકલ સ્પેશીફીકેશનમાં સી.આર.શીટનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી અને તેના પ્રાઇઝ શીડ્યુલ “બી” માં પણ સી.આર.શીટનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી તેમજ કામ નં.૫ અઠવા ફ્લાય ઓવર બ્રીજ ઉપર લાઇટ પોલ રીનોવેશનના કામના પણ ટેન્ડરના ટેકનીકલ બીડમાં ટેકનીકલ સ્પેશીફીકેશનમાં સી.આર.શીટનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી અને તેના પ્રાઇઝ શીડ્યુલ “બી” માં પણ સી.આર.શીટનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી. શ્રી એમ.એન.ચૌઘરી, કાર્યપાલક ઇજનેરનાઓની ફરજોમાં ટેન્ડર ડોક્યુમેન્ટસ તેમજ સ્પેશીફીકેશન તૈયાર કરી ટેન્ડરો ઇસ્યુ કરવાની ફરજનો પણ સમાવેશ થાય છે. તેમ છતાં ઉપરોકત જણાવ્‍યા મુજબ સ્‍પેશીફીકેશનમાં ગુનાહિત ઇરાદાથી ફેરફાર કરવામાં આવેલ છે. ગુજરાત સરકારના, માર્ગ અને મકાન વિભાગ તરફથી આપવામાં આવેલ સુચના/માર્ગદર્શન એસ.ઓ.આર. આધારીત આઇટમ ટેન્ડરમાં લેવામાં આવે ત્યારે તેના સ્પેશીફીકેશનમાં સક્ષમ કક્ષાએ મંજુરી વગર કોઇ ફેરફાર કરી શકાય નહીં તેમ છતાં સદર ટેન્ડરમાં આંશિક ફેરફાર/સુધારા/વધારા થયાનુ જણાય છે. આ ફેરફાર બાબતે કોઇ કારણ જાણવા મળેલ નથી. તપાસ દરમ્‍યાન ઉપરોકત પ્રકરણ અન્‍વયે સી.આર.શીટના પોલના સ્થાને એચ.આર.શીટના પોલ વપરાશમાં લેવામાં આવતા સુરત મહાનગરપાલિકાને આશરે રૂ.૩૩,૦૩,૮૭૦/- નુ આર્થીક નુકસાન થયેલ છે. જે થયેલ નુકસાન અંગે ઇજારદારો પાસેથી રીકવરી કરવા માટેની કાર્યવાહી પણ સુરત મહાનગરપાલીકા દ્વારા ચાલુ છે. વઘુમાં, તપાસ સમિતીના ઇન્ટ્રીમ રીપોર્ટ બાદ પણ ઝોન તરફથી રજુઆત કર્યાથી મુખ્ય કચેરી લાઇટ વિભાગ પાસેથી નિર્ણય/અભિપ્રાય આપવાની જવાબદારી આરોપીનાઓની હતી તેમ છતાં ખામી યુક્ત કામ ચાલુ રાખવામાં આવેલ હતી તે અંગેની ગુનાહીત બેદરકારી પણ કાર્યપાલક ઇજનેર એમ.એન.ચૌધરીનાઓની તપાસ દરમ્‍યાન જણાઇ આવેલ છે. આમ, કાર્યપાલક ઇજનેર એમ.એન.ચૌધરીનાઓએ ઉપરોકત જણાવ્‍યા પ્રમાણે રાજયસેવક તરીકેના સત્‍તા/હોદદાનો દુરઉપયોગ કરી સુરત મહાનગરપાલિકાને આશરે રૂ.૩૩,૦૩,૮૭૦/- નુ આર્થીક નુકસાન કરેલ છે.

(૩) સુરત શહેર એ.સી.બી.પો.સ્ટે. ગુ.ર.નં.૦૭/૨૦૧૮ ભ્રષ્ટ્રાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૧૩(૧)ડી(ર) તથા ૧૩(૨) મુજબ
ફરીયાદી : શ્રી એન.પી.ગોહીલ, પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે.
આરોપી : કાર્યપાલક ઇજનેર શ્રી માનસંગભાઇ નરસંગભાઇ ચૌધરી રહે.એ/૫૯, મહાવીર રો-હાઉસ, હની પાર્ક રોડ, અડાજણ સુરત. મુળ વતન- મુ.ડાલીસણા, તા.ખેરાલુ, જી.મહેસાણા
ગુનો દાખલ તારીખ /સમય : તા.૦૭/૦૪/૨૦૧૭ ના કલાક ૧૩/૩૦
તપાસ કરનાર અધિકારી : શ્રી સી.કે.પટેલ, સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. સુરત.
ગુનાની ટુંક વિગત- ઇ.ઇ.સી.-૧૧/૨૦૧૪-૧૫ માં કતારગામ ઝોનના પાર્ટ-૧ અને પાર્ટ-૨ ના લાઇટ મરામત અને નિભાવનુ ટેન્ડર બહાર પાડેલ જેમાં પાર્ટ-૧ મા ઇજારદાર રામદાદા ઇલેક્ટ્રીક વકર્સ તથા ક્રિષ્ણા એજન્સીઝએ ટેન્ડર ભરેલ તથા પાર્ટ-૨ માં ઇજારદાર એવરેસ્ટ મલ્ટીટેક, અમદાવાદ તથા ક્રિષ્ણા એજન્સીઝ તેમજ નમન એન્ટરપ્રાઇઝએ ટેન્ડર ભરેલ. જે પૈકી નમન એન્ટરપ્રાઇઝ અને રામદાદા ઇલેક્ટ્રીક વર્કસ સુરત દ્વારા ખોટા સર્વિસ ટેક્ષ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ રજુ કરી સુરત મહાનગરપાલિકા સાથે ફોર્જરી કરેલ હોવાથી સદર બંન્ને ઇજારદારો વિરૂધ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નં.I-45/2012, તા:૨૪/૦૨/૨૦૧૨ થી એફ.આઇ.આર. નોંધાવવામાં આવેલ છે. જેથી, ઇજારદાર રામદાદા ઇલેક્ટ્રીક વકર્સ તથા નમન એન્ટરપ્રાઇઝની કંપનીઓને સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતીએ સને-૨૦૧૨ માં ઠરાવ કરી જણાવેલ કે, ભવિષ્યમાં આ બંન્ને કંપનીઓ ઉપર પગલા લેવા માટે હુકમ કરેલ. તેમ છતા આ બંન્ને ઇજારદારોના ટેન્ડરો ખોલેલ અને બીજા ઇજારદારોના ભાવ કરતા આ બંન્ને ઇજારદારોના ભાવ ઓછા આવતા સ્થાયી સમિતી સમક્ષ દરખાસ્ત રજુ કરેલ અને તેમાં આ બંન્ને ઇજારદારોએ અગાઉની ગેરરીતીઓ અને સ્થાયી સમિતીનો અગાઉનો હુકમની જાણ કરી સ્થાયી સમિતી સમક્ષ આ બાબતે નિર્ણય માટે રજુ કરેલ. સ્થાયી સમિતી દ્વારા આ બંન્ને કામોના તમામ ટેન્ડરો દફતરે કરેલ અને ફરી ટેન્ડરો મંગાવવા હુકમ કરેલ છે. અને આ બંન્ને ઇજારદારોને આ પ્રકારના મરામત અને નિભાવના કામોમાં ૨૪ મહિના સુધી ટેન્ડરો ભરી નહી શકે તે મુજબનો ઠરાવ કરવામાં આવેલ હતો. ક્રિષ્ણા એજંન્સીઝ બીજા ક્રમના ઇજારદાર હોવા છતા તેઓનું ટેન્ડર લાઇટ વિભાગ દ્વારા ધ્યાને લેવામાં આવેલ ન હતુ. ટેન્ડરની ટેકનીકલ બીડની શરત મુજબ બીજા ક્રમના (સેકેન્ડ લોએસ્ટ) ઇજારદારનુ ટેન્ડર ધ્યાને લેવાનુ થતુ હોય છે. તેમ છતા ગુનાહીત ઇરાદાથી કાર્યપાલક ઇજનેર એમ.એન.ચૌધરીનાઓએ રાજયસેવક તરીકેના સત્‍તા/હોદદાનો દૂરઉપયોગ કરી ટેન્ડર બાબતેની દરખાસ્તમાં ક્રિષ્ણા એજંન્સીઝ ઉલ્લેખ ન કરી તેઓનું ટેન્ડર ક્વોલીફાય થવા દીઘેલ ન હતુ. જો ટેન્ડર ક્વોલીફાય થાય અને ક્રિષ્ણા એજંન્સીઝ કામ મળે તો નફા પેટે તેઓને આશરે રૂ.૩૦,૦૦,૦૦૦/- ત્રણ વર્ષના સમયગાળા દરમ્યાન મળત જે નુકસાન પણ ક્રિષ્ણા એજંન્સીઝને થયેલ હોવાનું ગણી શકાય અને ઉપરોકત કામગીરી માટે નવુ ટેન્‍ડર બહાર પાડવામાં આવતા અને તેમાં એરોવર્લ્‍ડ એન્‍જીનીયરીગ નું ટેન્‍ડર (રૂ.૨,૨૧,૦૫,૩૮૯/૨૪) મંજુર થતા તેઓને આર્થીક લાભ થયેલ છે. આમ, કાર્યપાલક ઇજનેર શ્રી એમ.એન.ચૌધરીનાઓએ ઉપરોકત જણાવ્‍યા પ્રમાણે રાજયસેવક તરીકેના સત્‍તા/હોદદાનો દુરઉપયોગ કરી એરોવર્લ્‍ડ એન્‍જીનીયરીગ નું ટેન્‍ડર (રૂ.૨,૨૧,૦૫,૩૮૯/૨૪) મંજુર કરાવી તેઓને આર્થીક લાભ કરાવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY