મુંબઈ,તા.૧૯
પુલવામા એટેક પર પંજાબ સરકારના મંત્રી અને કોંગ્રેસના નેતા નવજોત સિધ્ધુએ દર્શાવેલા પાક પ્રેમ બાદ હવે કપિલ શર્માએ સિધ્ધુની તરફેણ કરીને લોકોનો રોષ વ્હોરી લીધો છે.
સિધ્ધુએ પાકિસ્તાન સાથે આતકંવાદી હુમલા બાદ પણ વાતચીતની તરફેણ કરતા લોકોમાં રોષ ફેલાયો હતો.એ પછી સોની ટીવીએ કપિલ શર્માના શોમાંથી સિધ્ધુની હકાલપટ્ટી કરી હતી.
જોકે કપિલ શર્માએ સિધ્ધુની તરફેણ કરીને વિવાદ સર્જયો છે.કપિલ શર્માએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે કાશ્મીરના અને આતંકવાદના મુદ્દાનો સ્થાયી ઉકેલ લાવવો જાઈએ.નાની નાની બાબતો જેમ કે પેલાને બેન કરી દો, પેલા પર પ્રતિબંધ મુકી દો, સિધ્ધુજીને શોમાંથી કાઢી મુકો.તમે મને કહો કે સિધ્ધુજીને શોમાંથી કાઢી મુકવાથી આ સમસ્યાનો ઉકેલ આવશે?જો એવુ હોત તો સિધ્ધુજી એટલા સમજદાર છે કે તે જાતે જ શોમાંથી નિકળી ગયા હોત.
કપિલે કહ્યું હતુ લોકોને ગુમરાહ કરવામાં આવે છે.બોયકોટ સિધ્ધુ અને બોયકોટ કપિલ શર્માનુ એલાન આપવામાં આવે છે.મને લાગે છે કે મુદ્દાની વાત કરવી જોઈએ.જો સમસ્યા હોય તો તેના પર ફોકસ કરવુ જાઈએ પણ અત્યારે યુથનુ ધ્યાન ડાયવર્ટ કરવામાં આવી રહ્યું છે.જેનાથી આપણે અસલ મુદ્દાથી ભટકી જઈએ.
કપિલના આ સ્ટેટમેન્ટ પછી સોશિયલ મીડિયા પર યુઝર્સ ઘણા નારાજ થયેલા જાવા મળ્યા. કેટલાયે લોકોનું કહેવું છે કે અમે કપિલ શર્માને બીજા ચાન્સ આપ્યો પણ તે તેમાં ફેલ થયો. અન્ય એક યુઝરે લખ્યું, કપિલનો પાકિસ્તાન સાથેનો પ્રેમ સાફ દેખાય છે. તેને તેના એન્ટી નેશનલ ગુરુ સાથે પાકિસ્તાન મોકલી દો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





