આજથી અચોક્કસ મુદ્દત માટે એસટી બસના પૈંડા થંભાવી દેવાશે : કરોડો રૂપિયાનું નુકસાન થશે

0
10

મુસાફરોને નજીકના બસ સ્ટેશન પર ઉતારી વધારાનું ભાડું પરત કરવામાં આવશે : એસટી સંકલન સમિતિ
સુરત, તા. ૨૦
સાતમા વેતન પંચનો અમલીકરણ નહીં કરવામાં આવતા સુરત સહિત રાજ્ય એસટી નિગમના ૪૫ હજાર કર્મચારીઅો આજે મધ્યરાત્રિથી હડતાળ પર જશે. જોકે, રસ્તામાં એસટી બસના મુસાફરોને નહીં ઉતારી નજીકના મોટા એસટી બસ ડેપોમાં ઉતારી દઈ વધારાનું લીધેલુ ભાડું પરત કરવામાં આવશે. જોકે, આજે બપોર સુધીમાં સરકાર તથા નિગમના કોઈ પ્રતિનિધિ તરફથી વાટાઘાટો માટે કોઈ આમંત્રણ-નિયંત્રણ મળ્યું નહીં હોવાનું સંકલન સીમતિના સતુભા, સુરત સુરત એસટી યુનિયના અગ્રણી કૌશલ દેસાઈ તથા રશીદ શેખે જણાવ્યું હતું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં એસટી નિગમાં ૪૫ હજારથી વધુ કર્મચારીઓપોતાની ફરજ બજાવે છે. તેઓને છેલ્લા કેટલાય વર્ષથી ૭માં પગા પંચનો લાભ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યોનથી. વારંવાર એસટી નિગમના વિવિધ યુનિયનો ભેગા થઈને રજૂઆતો કરી હોવા છતાં પણ રાજ્ય સરકારના બહેરા કાને અથડાઈને માગણીઓનો કોઈ ઉકેલ આવતો નથી. છેલ્લા બે દિવસમાં એસટી કર્મચારીઓ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં પણ કોઈપણ માગણનો ઉકેલ ના આવતા આજે મધ્યરાત્રિથી સુરત સહિત સમગ્ર રાજ્યની ૮ હજાર એસટી બસોના પૈંડા થંભી જશે. જોકે, અનિત મુદ્દત ચાલનારી આ હડતાળમાં એસટી નિગમને રોજનું સાડાત્રણ કરોડનું નુકસાન થશે એવું પણ સંકલન સમિતિ દ્વારા જાણવા મળ્યું હતું.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY