મુંબઈ,તા.૨૩
બોલીવુડના પ્રખ્યાત ડાયરેક્ટર અયાન મુખર્જી તાજેતરમાં જ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ લઈને આવી રહ્યાં છે. પોતાની આ ફિલ્મને લઈને તે ખુબ ચર્ચાઓમાં બનેલ છે. ફિલ્મ દ્વારા પ્રથમવાર લવ બડ્ર્સ રણવીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે નજર આવશે. તે સિવાય આ ફિલ્મમાં મૌનિ રોય અને અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકા ભજવશે. આ વચ્ચે આ ફિલ્મમાં સૌથી ફેમશ વ્યક્તિનું નામ પણ જોડાયેલું છે.
ડબલ્યુડબલ્યુઈ રેસલર સૌરભ ગુર્જર જે આ ફિલ્મમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યાં છે. તમને જણાવી દઈએ કે સૌરભ ફક્ત ડબલ્યુડબલ્યુઈમાં જ નહીં પરંતુ મહાભારતમાં પણ ભીમની ભૂમિકા કરતા નજરે આવી ચૂક્યા છે. રેસલર સૌરભ તાજેતરમાં ડબલ્યુડબલ્યુઈની સાથે ત્રણ વર્ષથી ડેવલોપમેન્ટ પ્રોગ્રામથી જાડાયેલા છે. સૂત્રો મુજબ સૌરભ આ ફિલ્મમાં નેગેટિવ ભૂમિકામાં નજરે પડશે.
સૌરભે એક ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાના બોલીવુડ ડેબ્યૂ અને ફિલ્મ વિશે વાત કરી હતી. તેમને કહ્યું કે, હું આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળીશ. આ એક એક્શનથી ભરેલી ફિલ્મ હશે, ફિલ્મમાં મારા કરેલ દરેક સ્ટંટ મેં જાતે કર્યાં છે. અને આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





