ભાનુશાળી મર્ડર કેસ : હત્યામાં વપરાયેલી બે રિવોલ્વોર સ્મશાનમાંથી મળી

0
4

કચ્છ,તા.૨૩
રાજ્યમાં ચકચાર જગાવનારા જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં હત્યારાઓ પોલીસની પકડમાં આવ્યા બાદ તપાસનો ધમધમટા શરૂ થયો છે. આજે પોલીસને હત્યારાઓએ જયંતિ ભાનુશાળીની હત્યામાં વપરાયેલા બે હથિયારઓ શોધી આપ્યા હતા. જયંતિ ભાનુશાળીની હત્યામાં વપરાયેલા હથિયારો નાસિકના કબ્રસ્તાનમાં છૂપાયા હતા. કેસની તપાસ કરી રહેલી એસઆઈટીએ બે રિવોલ્વોર કબ્જે કરી હતી. આ સાથે જ હત્યામાં વધુ એક આરોપીનું નામ ખૂલ્યું હતું. એસઆઈટીના જણાવ્યા મુજબ મહારાષ્ટÙનો વિશાલ કાંબેલે નામનો એક આરોપી પણ હત્યામાં શામેલ હતો.
અગાઉ ગુજરાતના ભારે ચર્ચાસ્પદ જયંતિ ભાનુશાળી હત્યા કેસનો ૨૪માં દિવસે પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ હત્યાના મૂળ સુધી પહોંચવામાં સફળ રહી છે, જે અંગે માહિતી આપતા અમદાવાદ ક્રાઇમ બાંચે પત્રકાર પરિષદ યોજી સમગ્ર ઘટના અંગે માહિતી આપી હતી. ક્રાઇમ બ્રાંચના અજય તોમરે જણાવ્યું કે જયંતિ ભાનુશાળીની કચ્છ સામખિયાળી પાસે ટ્રેનમાં હત્યા કરાઇ હતી, જે અંગે જયંતિ ભાનુશાળીના પરિવારજનોએ હત્યા અંગે ફરિયાદ નોંધાવી હતી અને જયંતિ ભાનુશાળીના દુશ્મન છબિલ પટેલ અને મનિષા ગોસ્વામી પર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ અંગે પોલીસે સીઆઇડી, અમદાવાદ ક્રાઇમ બ્રાચ સહિતની ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.
સમગ્ર કેસની તપાસ દરમિયાન પોલીસે છબિલ પટેલના રેલડી ખાતે આવેલા નારાયણ ફાર્મ હાઉસમાં દરોડા પાડી બે આરોપી નીતિન પટેલ અને રાહુલ જયંતિ પટેલની ધરપકડ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY