ગુમલા,તા.૨૪
ઝારખંડના ગુમલામાં માઓવાદીયો સામે સુરક્ષાદળોને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. રવિવાર સવારે ગુમલામાં સુરક્ષાદળોએ એક એન્કાઉન્ટરમાં ત્રણ માઓવાદીઓને ઠાર કરી દીધા છે. ઘટનાસ્થળેથી બે છદ્ભ-૪૭ રાઈફલ પણ પ્રાપ્ત થઈ છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે અને કેટલાક માઓવાદીઓ હજુ છુપાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
પોલીસ અધિકારીઓના મતે, તેમને મળેલી બાતમીને આધારે ગુમલાના કામડારા પોલીસ સ્ટેશનની હદમાં કેટલાક માઓવાદીઓ છુપાયા હતા. આ લોકો મોટી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરી શકે તેમ હતા. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને માઓવાદીઓને ઊભા રહેવા આદેશ આપવામાં આવ્યો ત્યારે માઓવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. વળતી કાર્યવાહીમાં સુરક્ષાદળોએ પણ ફાયરિંગ કર્યું અને બન્ને પક્ષે ભીષણ ફાયરિંગ શરૂ થયું હતું. સુરક્ષાદળોએ ત્રણ માઓવાદીઓને ઠાર કરી દીધા હતા. હાલ વિસ્તારમાં વધુ માઓવાદીઓ છે કે કેમ તે અંગે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
ગત મહિને નક્સલ પ્રભાવિત ઝારખંડના પશ્ચિમી સિંહભૂમ જિલ્લામાં સુરક્ષા જવાનોએ એક એન્કાઉન્ટરમાં પાંચ નક્સલિઓનો ખાત્મો બોલાવી દીધો હતો. ઘટનાસ્થળેથી પોલીસને મોટાપાયે હથિયારો તેમજ અન્ય સામાન મળ્યા હતા. ઝારખંડના ૧૯ જિલ્લા ઉગ્રવાદીઓથી પ્રભાવિત છે અને તીવ્ર ઉગ્રવાદથી પ્રભાવિત જિલ્લાની સંખ્યા ૧૩ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



