વાંકાનેર,તા.૨૪
વાંકાનેરમાંથોડા દિવસ પહેલા જ યુવતીની હત્યાનો બનાવ બન્યો હતો ત્યાં ફરી વાંકાનેરના સરતાનપર રોડ ઉપર રહેતા દેવીપૂજક પરિવારની દીકરીને ઘરમાં બેસાડવા મુદ્દે ઝઘડો ઉગ્ર બનતા દીકરીના પિતાની હત્યા કરી ચાર શખસો નાસી જતા તાલુકા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથધરી ને સરતાનપર ગામની સીમમાંથી ચારેય પિતા-પુત્રોને ઝડપી લીલા હતા. અને ધોરણસરી કાર્યવાહી હાથધરી છે.
મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલા કમાન્ડર કારખાના પાસે રહેતા અરજણ સાડમિયાની શનિવારે ચાર શખ્સોએ મળી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. આજ સ્થળે રહેતા આરોપીઓ રાજમજી જારૂ માથાસુરિયા, ભીખા જારૂ માથાસુરિયા, દેવા જારૂ માથાસુરિયા અને આ ત્રણે ભાઇઓના પિતા જારૂ જેરામ માથાસુરિયાએ અરજણભાઇની દીકરીને પોતાના ઘરે બેસાડવાની વાત કરતા અરજણભાઇએ ના પાડી હતી.
આ બાબતે ઝઘડો વધુ ઉગ્ર બન્યો હતો. અને રામજી જારૂએ બાજુમાં રહેલા ભંગારના ઢગલામાંથી લોખંડનો પાઇપ લઇ આવી અરજણભાઇને માથામાં ફટકારી હત્યા કરી નાખી હી. જ્યારે અન્યભાઇઓ તથા તેના પિતાએ મળી અરજણભાઇની પત્ની અને દીકરીને માર મારી ઇજા કરી ચારે પિતા પુત્રો નાસી જતાં તાલુકા પીએસઆઇ ગોહિલ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને તપાસ શરૂ કરીને આરોપીઓનેસરતાનપર ગામની સીમમાંથી પકડી પાડ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




