કોમનવેલ્થ ગેઇમ્સની ટેબલ ટેનિસ ગેઇમમાં ગોલ્ડ મેડલ જીતીને ભારત અને ગુજરાતનું નામ રોશન કરનારા સુરતના હરમિત દેસાઇને મુખ્યમંત્રી -રાજ્યપાલના અભિનંદન

0
24

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોમનવેલ્થ ગેઇમ્સની ટેબલ ટેનિસ ગેઇમમાં ગોલ્ડ મેડલ જીતીને ભારત અને ગુજરાતનું નામ રોશન કરનારા સુરતના હરમિત દેસાઇને ગુજરાત સરકાર અને ગુજરાતના સૌ નાગરિકો વતી અભિનંદન પાઠવ્યા છે.
મુખ્યમંત્રીએ હરમિત દેસાઇને હાર્દિક અભિનંદન આપતાં જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ‘ખેલે તે ખિલે’ના સ્વપ્નાને ગુજરાતના આ ગૌરવ ઘરેણાએ સાકાર કર્યુ છે.
વિજયભાઇ રૂપાણીએ એમ પણ જણાવ્યું છે કે ખેલ મહાકુંભના માધ્યમથી રાજ્યની ખેલ પ્રતિભાઓને બહાર આવવાના જે અવસરો મળ્યા છે તેને પરિણામે કોમનવેલ્થ ગેઇમ્સ સહિત વિશ્વ કક્ષાની અનેક રમત સ્પર્ધાઓમાં ગુજરાતના ખેલાડીઓ ગોલ્ડ મેડલ અને વિવિધ મેડલ મેળવીને રાજ્યની ગૌરવ યશગાથા વધુ ઉજ્જવળ બનાવી રહ્યા છે.
મુખ્યમંત્રીએ હરમિત દેસાઇને વધુ પ્રગતિની શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવ્યા છે.
રાજ્યપાલ ઓ. પી. કોહલીએ પણ ગુજરાતના યુવા ખેલાડી હરમિત દેસાઇને આ જવલંત સફળતા દ્વારા રાષ્ટ્ર અને રાજ્યનું નામ રોશન કરવા માટે અભિનંદન પાઠવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY