રૂા. પ૦૦ કરોડથી વધુના પ્રોજેકટસના ત્વરિત અમલીકરણ-સમીક્ષા અને નિર્ણય માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમિતિની રચના

0
56

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની વિકાસ યાત્રાના વિવિધ સરકારી, ખાનગી, ઔદ્યોગિક, સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રોના રૂા. પ૦૦ કરોડથી વધુના પ્રોજેકટસના ત્વરિત અમલીકરણ, સમીક્ષા અને નિર્ણય માટે પ્રગતિશીલ ગુજરાત અન્વયે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચનાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આ સમિતિમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ઉપરાંત ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ અને મુખ્યસચિવ ડૉ. જે. એન. સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી અને અગ્ર સચિવ તેમજ મહેસૂલ, નાણાં, માર્ગ-મકાન, પર્યાવરણ, ઊદ્યોગ સહિત સંબંધિત વિભાગોના સચિવોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્યની આર્થિક, સામાજીક, શૈક્ષણિક તેમજ ઔદ્યોગિક ગતિ-પ્રગતિ દ્વારા રોજગાર સર્જન અને જીવનધોરણ ઊચું લાવવાના ઉદાત્ત ભાવ સાથે મુખ્યમંત્રીએ આ પ્રગતિશીલ ગુજરાત કાર્યક્રમની જાહેરાત કરી છે.
વિજયભાઇ રૂપાણીએ આજે યોજેલી વરિષ્ઠ અધિકારીઓની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને દર મહિનાના પહેલા અને ત્રીજા બુધવારે આ ઉચ્ચસ્તરીય સમિતિની બેઠક યોજાશે અને પ્રોજેકટસ અમલીકરણ તથા તે અંગેની કોઇ રજૂઆતો પરત્વે ત્વરિત નિર્ણય કરવામાં આવશે અને સમીક્ષા કરવામાં આવશે.
મુખ્યમંત્રી કાર્યાલયમાં આ હેતુસર એક અલાયદુ સેલ ઊભૂં કરવામાં આવશે અને જે કોઇ પ્રોજેકટસ માટેના પ્રશ્નો કે રજૂઆતો આવશે તેના પર ત્વરિત નિર્ણય કરીને પ્રોજેકટસ અમલીકરણ અને ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં રાજ્ય સરકાર મદદરૂપ થશે.
મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યની વિકાસ યાત્રાના વિવિધ સરકારી, ખાનગી, ઔદ્યોગિક, સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રોના રૂા. ૧૦૦ થી રૂા. પ૦૦ કરોડના પ્રોજેકટસના અમલીકરણ, પ્રશ્નો અને રજૂઆતો અને તેના નિવારણ માટે મુખ્યસચિવ કક્ષાએથી મોનીટરીંગ કરવામાં આવશે.
મુખ્યસચિવ ઉપરાંત સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવઓ આ પ્રકારના પ્રોજેકટસના મોનીટરીંગમાં જોડાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY