જગતના નાથ જગન્નાથને વિધિવત આરતી બાદ મંદિરના ગર્ભગૃહમાં બીરાજીત કરાયા

0
90

અમદાવાદ,તા.૧૫
અમદાવાદમાં ગઈકાલે નગરચર્ચાએ નીકળેલા નાથ આજે ફરી નિજ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થયા છે. વીતી રાત નાથે રથમાં જ નાથ વિતાવી હતી. આજે ભગવાના વાઘા બદલ્યા બાદ રથમાં જ ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી. નજર ઉતારવાની વિધિ અને આરતી બાદ વિધિવત નાથને મંદિરના ગર્ભગૃહમાં બીરાજીત કરાયા છે.
ભગવાને રાત રથમાં વિતાવવા પાછળ એવી લોકવાર્તા છે કે, ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે ભગવાન જગન્નાથ એકલા જ નગરચર્યાએ જતા રહેવાથી નારાજ થયેલા રૂકમણીજીએ મંદિરના દ્વાર ખોલ્યા ન હતા અને ભગવાનને આખી રાત મંદિરની બહાર જ વીતાવવી પડી હતી. આમ પરંપરાના ભાગરૂપે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને બલરામની પ્રતિમાને રથો પર જ બિરાજમાન રાખવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY