પીએનબી મહાગોટાળા બાદ આખરે સીવીસીએે બૅંકો માટે કરી મોટી જાહેરાત

0
91

19/02/2018

બેન્કોની તમામ બ્રાન્ચમાં ત્રણ વર્ષથી વધારે સમય કાર્યરત ઓફિસરોની ટ્રાન્સફર કરાશે

પંજાબ નેશનલ બેંકમાં થયેલા કૌભાંડ બાદ હવે તમામ પીએસયૂ અને પ્રાઇવેટ બેંકો માટે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દ્વારા નવા નિર્દેશ જાહેર કરાયા છે. હવે થી બેંકોની તમામ બ્રાન્ચમાં ત્રણ વર્ષથી વધારે સમય સુધી કાર્યરત ઓફિસરોને ટ્રાન્સફર કરવામાં આવશે. આ આદેશને તમામ બેંકોમાં તાત્કાલિક ધોરણે લાગૂ કરી દેવામાં આવ્યો છે.

સીવીસીએ પોતાના આદેશમાં કÌšં કે જે કર્મચારીઓને ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં ૫ વર્ષ સુધી એક જ બેંકની બ્રાન્ચ થયા હોય તેમની પણ ટ્રાન્સફર થવી જાઇએ. પંજાબ નેશનલ બેંક અને નીરવ મોદીના કૌભાંડ બહાર આવ્યા બાદ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, નાણા મંત્રાલયના કેટલાક અધિકારીઓ અને બેંકના અધિકારીઓ પર શકંજા કસવામાં આવી રહ્યો છે.

અત્યાર સુધી ઇડી, સીબીઆઇ અને ઇનકમ ટેક્સ વિભાગ આ મામલાની તપાસ કરી રહી છે. હવે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન પણ તપાસમાં સામેલ થઇ ગયું છે.

બેંકોએ પણ સીવીસીના આદેશ મળ્યા બાદ પોતાની તરફથી તૈયારી શરૂ કરી દીધી છે. તમામ બેંકોએ પોત-પોતાના ઝોનલ ઓફિસને પત્ર લખીને એવા અધિકારીઓ અને કર્મચારીઓની લીસ્ટ તૈયાર કરવા કÌšં છે કે જે ૩ વર્ષથી વધારે સમય સુધી એક બ્રાન્ચમાં કાર્યરત હોય. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે લીસ્ટ તૈયાર કરતા એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે એકપણ અધિકારી છુટી ન જાય.
સીવીસીએ પોતાની તપાસમાં જાણ્યું છે કે કેટલીક બેંકોની વિવિધ બ્રાન્ચમાં લાંબા સમયથી કેટલાક અધિકારી અને અન્ય કર્મચારી લાંબા સમય સુધી કાર્યરત છે. પીએનબી કૌભાંડમાં બેંકના પૂર્વ અધિકારી અને મુખ્ય આરોપી ગોકુલનાથ શેટ્ટી અને વિન્ડો ઓપરેટર મનોજ ખરાટે લગભગ ૭ વર્ષથી એક જ બ્રાન્ચમાં કામ કરી રહ્યા હતા. આ પહેલા પણ બેંકોમાં એવા ઘણા મામલા સામે આવ્યા છે જ્યારે એક જ પોસ્ટ પર કાર્યરત ઓફિસરોની દેખરેખમાં કૌભાંડ થયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY