ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે પ્રજાલક્ષી પ્રશ્નો/નિર્ણયો અંગે મંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્ય ક્ષપણા હેઠળ લોકસંવાદનો કાર્યક્રમ યોજાયો

0
22

ભરૂચઃ
ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે પ્રજાલક્ષી પ્રશ્નો/નિર્ણયો અંગે ગૃહ રાજ્યર મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યનક્ષસ્થાઅને લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તેમણે કહ્યુંજ હતું કે, વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. પ્રજાના પ્રતિનિધિઓ ધ્વાયરા રજૂ થયેલા પ્રશ્નોનો વહીવટીતંત્ર ધ્વા રા સુચારૂ રીતે ઉકેલ આવે તે રીતના પ્રયાસો થઇ રહ્યાા છે. લોકોની અંદર ગતિશીલ સરકારની પ્રતિતી થાય તે માટે આજનો આ કાર્યક્રમ છે. જેની મહેનતના કારણે ધારાસભ્યન/જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સભ્‍ય બન્યાજ હોઇ તેવા અદના કાર્યકરનો અવાજ પ્રશાસનમાં પહોંચે તે માટે નવા દ્રષ્ટિાકોણ સાથે આખા રાજ્યામાં આ પ્રકારનું આયોજન થયેલું છે ત્યાારે સંવેદનશીલતાના ભાવ સાથે પ્રજાજનોના કામ થાય તેવા પ્રયાસો કરવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો. તેમણે પ્રજાને ફરિયાદ કરવાનો અવકાશ ન રહે તેવી કામગીરી કરવાની પણ હિમાયત કરી હતી.
આજના આ લોકસંવાદ કાર્યક્રમમાં જિલ્લામાંથી ઉપસ્થિરત રહેલા પદાધિકારી-કાર્યકરો ધ્વાઆરા જિલ્લાને સ્પયર્શતા વિવિધ પ્રશ્નો રજૂ થયા હતા જેમાં તુવેરની ખરીદી મર્યાદા વધારવા, મગ-મઠીયા ટેકાના ભાવ અંગે સ્ટેવમ્પ્ પેપરની અછત, ગડખોલ ઇન્ડતસ્ટ્રી્યલ એરીયા પાણીની સમસ્યાર, દહેજ જીઆઇડીસી વિસ્તાકરમાં રસ્તાેના પ્રશ્નો, લેન્ડોલુઝર્સના પ્રશ્નો, જુના ભરૂચમાં અશાંતધારો કાયદા અંગે, શ્રવણ ચોકડી પર ફલાય ઓવરની માંગણી, ઓએનજીસી લેન્ડલલુઝર્સના પ્રશ્નો – ખાનગી કોન્ટ્રા કટરને હેરાનગતી, ભરૂચ શહેરમાં લારીગલ્લાની સમસ્યાો – ટ્રાફીકની સમસ્યાો કડક પગલાની માંગણી, ઝઘડીયાની કંપનીમાં એકતરફી રીતે રોજગારી, વાલીયા-નેત્રંગમાં સિંચાઇનું પાણી મળે તે અંગે, બીપીએલ યાદીમાં નામ અંગે, અન્નપૂર્ણા યોજના અંગે, વૃધ્ધ્નિરાધારને પેન્શળન ન મળવા અંગે, ભરૂચ શહેરમાં ગટરલાઇન, રખડતા ઢોરો, ચોર-લુટારાઓનો ત્રાસ વિગેરે પ્રશ્ન, રંગઇન હોટલની સામે સળગાવવામાં આવતા કચરા બાબતે, નર્મદાના પાણી કેનાલમાં પહોંચાડવા અંગે, સિંચાઇનો પ્રશ્ન, પુરવઠા વિભાગને લગતા પ્રશ્ન, મહેસુલી તલાટી હાજર ન રહેતા હોવાનો પ્રશ્ન, દારુના વેચાણ બંધ થાય તે માટેનો પ્રશ્ન, ઉકાઇ ડેમમાંથી પાણી મળે તે અંગે, ગેરકાયદેસર પાર્કીંગ બાબતે, ટ્રાફીકના પ્રશ્ને બાબતે રજૂઆતો થઇ હતી. જિલ્લાના જે તે વિસ્તાેરના પદાધિકારીઓ ધ્વાારા રજૂ થયેલા પ્રશ્નો મંત્રીએ સાંભળી સ્થાળ પર જ સબંધિત અધિકારીને ઘટતું કરવાની સુચના આપી હતી.
આ કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઇ વસાવા, ધારાસભ્યોે સર્વ દુષ્યંચતભાઇ પટેલ, અરૂણસિંહ રણા, સુમુલ ડેરીના ચેરમેન પાઠક, જિલ્લા કલેક્ટ્ર રવિકુમાર અરોરા, જિલ્લા પોલીસ વડા સંદિપ સીંગ, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે, પૂર્વ ધારાસભ્યોિસર્વ છત્રસિંહ મોરી, કિરણભાઇ મકવાણા, જિલ્લા પ્રાંત અધિકારીઓ, આગેવાન પદાધિકારીઓ યોગેશભાઇ પટેલ, મારૂતિસિંહ અટોદરીયા, ધર્મેશભાઇ મિષા, અભેસિંહ રાઠોડ, જિલ્લાના આગેવાન પદાધિકારીઓ – કાર્યકરો અને વિવિધ વિભાગના અધિકારીગણ ઉપસ્થિહત રહ્યાન હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY