સરકારી સુચના મુજબ હવે તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓએ હેલ્મેટ પહેરવી ફરજ્યાત.

0
454

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યના તમામ રેન્જ અને જિલ્લાના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ અને ક્લેરીકલ સ્ટાફે દ્વિચક્રી વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવી ફરજિયાત કરવામાં આવે છે, આમ કરવામાં ચૂક થશે તો તેની વિરુદ્ધ પગલાં લેવામાં આવશે

અત્રે ઉલ્લેખનીય છે કે, કાયદામાં જોગવાઈ તમામ નાગરિકો માટે છે ત્યારે ગુજરાત રાજ્યના પોલીસ વિભાગ દ્વારા આવો અલગ પરિપત્ર બહાર પાડી તમામ કર્મચારીઓને ફરી એકવાર રિમાઇન્ડ કરવાની જરૂર એટલા માટે પડી છે કે કાયદાનું પાલન કરાવનારા પોલીસ પોતે કાયદાનું પાલન કરતી જ ન હોવાનું વખતોવખત દેખાઈ આવે છે ,અને જેની ફરિયાદ પણ ઉચ્ચકક્ષાએ કરવામાં આવતા આ પરિપત્ર પાઠવવાની જરૂર પડી હોય એમ પ્રજામાં છૂપો ગણગણાટ થઈ રહ્યો છે હવે જોવાનું એ રહે છે કે પરીપત્ર તો બહાર પડ્યો પરંતુ તેનું પાલન થશે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY