ભરૂચના દહેજ સેઝ ૨ માં આવેલ રાલિઝ ઈન્ડિયા લિમિટેડ માં રિએક્ટર બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો

0
1115

ભરૂચના વાગરા તાલુકા દહેજ ખાતે આવેલ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન ૨ માં આવેલ રાલિઝ ઇન્ડિયા લિમિટેડ માં રિએક્ટર માં પ્રોસેસ દરમ્યાન પ્રેસર વધી જતાં એક અનુમાન મુજબ સેફટી વાલ્વ ન ખુલતા કથિત બ્લાસ્ટ થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.ધડાકાભેર ગેસ વછૂટતા એક સમયે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો

.

ઘટનાની જાણ થતાંજ કંપની પ્રસાશન દ્રરા તાત્કાલિક ઘટના પર કાબુ મેળવ્યો હતો.બનાવ જાણ થતાંજ દહેજ મરીન પોલીસના પી આઈ એન.કે.ગોસ્વામી સહિત પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.બ્લાસ્ટના લીધે આજુના ગામમાં જનજીવન ને અસર થવા પામી હતી.

J

અત્રે એ ઉલ્લેખનીય છે કે ઝેરી જનતુનાશક દવાઓ બનાવતી કમ્પનીઓ જો સુરક્ષા પ્રત્યે ઉદાસીનતા સેવસે તો ભરૂચ જિલ્લો જીવતો બૉમ્બ બની જશે .સુરક્ષા ની ઉદાસીનતા ને કારણે કોઈ મોટી દુર્ઘટના ના બને તે માટે તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સજાગ બનવું રહ્યું.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો-9537920203

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY