મસૂદ અઝહર વિરૂદ્ધ હથિયાર પ્રતિબંધ, વૈશ્વિક યાત્રાઓ પર પ્રતિબંધ લગાવે અને તેની તમામ સંપત્તિઓ જપ્ત કરેઃ ૧૫ સભ્યોએ યુએનમાં કહ્યું,ચીન આ પ્રસ્તાવનો વિરોધ કરે તેવી શકીયતા
યુએન,તા.૨૮
પુલવામા હુમલાનું ષડયંત્ર રચનારા પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ વિરૂદ્ધ ભારતની કુટનૈતિક મોર્ચે મોટી સફળતા મળતી જણાય છે. અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં જૈશ-એ-મોહમ્મદના સર્વેસર્વા મસૂદ અઝહરને બ્લેક લિસ્ટ કરવા એક પ્રસ્તાવ રજુ કર્યો છે.
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમ સીમા પર છે. દેશનાં વડાપ્રાધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જલ, થલ અને વાયુસેનાનાં પ્રમુખો સાથે લાંબી મુલાકાત કરી. સૂત્રોનું માનીએ તો ત્રણે પ્રમુખો સાથેની મુલાકાત પછી પીએમએ તેમને કોઇપણ નિર્ણય લેવાની આઝાદી આપી છે. જ્યારે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે જૈશ એ મોહમ્મદને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે. આ પ્રસ્તાવમાં સ્પષ્ટરૂપે કહેવામાં આવ્યું છે કે, જૈશે જે ભારતીય અર્ધસૈનિક બળ સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો.
અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે બુધવારે ૧૫ સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પ્રતિબંધ સમિતિનને કહ્યું છે કે, તે મસૂદ અઝહરને વિરૂદ્ધ હથિયાર પ્રતિબંધ, વૈશ્વિક યાત્રાઓ પર પ્રતિબંધ લગાવે અને તેની તમામ સંપત્તિઓ જપ્ત કરે. વીટો પાવરની સત્તા ધરાવતા આ ત્રણેય શકિતશાળી દેશોએ સંયુક્ત રૂપે મળીને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સમૂહ જૈશ એ મોહમ્મદને બ્લેકલિસ્ટ કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ રજુ કર્યો છે. આપેલા પ્રસ્તાવમાં કાશ્મીરનાં પુલવામા હુમલાનો સંદર્ભ આપ્યો છે. આ પ્રસ્તાવ રજુ થયા બાદ સંયુક્ત રાષ્ટ્રમાં છેલ્લા ૧૦ વર્ષમાં ચોથી વાર આમ કરવામાં આવી રહ્યું છે જેમાં અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની માંગણી કરવામાં આવશે.
જાકે સંયુક્ત રાષ્ટ્રમાં આ પ્રસ્તાવ પાસ થશે કે કેમ, તે પાકિસ્તાનના ‘ઓલ વેધર ફ્રેંડ’ ચીનના વલણ પર નિર્ભર કરશે. ચીન વીટો પાવર ધરાવતો સુરક્ષા પરિષદનો સ્થાયી સભ્ય છે અને અનેકવાર સંયુક્ત રાષ્ટ્ર વિરૂદ્ધ લગાવવામાં આવેલા સુરક્ષા પરિષદ પ્રસ્તાવને વીટો કરી ચુક્વ્યુ છે. પરંતુ પુલવામા આતંકી હુમલા બાદ તેની આ નાપાક હરકત પણ જાહેર થઈ ગઈ છે. હવે આ વખતે ચીનનું વલણ શું રહેશે તે હોવાનું રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



