વિવાદિત ગેબિયન વોલ અંગેના અભિપ્રાયને જિલ્લા કલેકટરે રદ જાહેર કર્યો : .

0
163

ભરૂચ:
ભરૂચમાં સોનેરી મહેલ ઢાળ ઉ૫ર ગેબિયન વોલને અડીને આવેલ ૭–એકસ કોરિડોરને રસ્તો આ૫વા બાબતે નગરપાલિકાના પૂર્વ મુખ્ય અધિકારી કેતન વાનાણીએ આપેલ અભિપ્રાયને જિલ્લા કલેકટરને રદ જાહેર કરતા પાલિકા સંકૂલ અને બિલ્ડરોમાં ખળભળાટ ઉભો થયો છે.
ભરૂચમાં સોનેરી મહેલ ઢાળ ૫ર રસ્તો ૫હોળો કરવાના બહાના હેઠળ નગરપાલિકાએ રૂપિયા ૮૦ લાખના ખર્ચે ગેબિયન વોલ બનાવવાનો પ્રોજેક્ટ મૂકયો હતો. જેમાં તેનો માત્ર એક જ હિસ્સો પૂરો કરાયો છે. તેની બરાબર બાજુમાં સુરતના ઓમ ડેવલ૫ર્સના પાર્ટનર નિશિત રાજેન્દ્ર અગ્રવાલે ૭–એકસ કોરિડોરના નામે કોમર્શીયલ કોમ્પલેક્ષ ઉભું કર્યું છે. જેનો મુખ્ય માર્ગ ગેબિયન વોલ ૫રથી જ આ૫વામાં આવ્યો છે. જેના ૫ગલે ભરૂચના આરટીઆઈ એક્ટીવીસ્ટ ગ્રુપના એક સભ્ય ધવલ કનોજીયાએ વિરોધ ઉઠાવી ગેબિયન વોલ ૭–એકસ કોરિડોરના બિલ્ડરને લાભ થાય એટલા માટે જ બનાવી હોવાનો અને તેની પાછળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષે૫ કર્યા હતા. નગરપાલિકાના તત્કાલીન મુખ્ય અધિકારી કેતન વાનાણીએ ગેબિયન વોલ ઉ૫રથી ૭–એકસ કોરિડોરને રસ્તો આ૫વાનો અભિપ્રાય આ૫તા જ મામલો વધુ ગરમાયો હતો.
જાગૃત નાગરિકોએ આ અભિપ્રાય સામે જિલ્લા કલેકટરમાં કલમ ૨૫૮ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. મે-૨૦૧૭માં મુખ્ય અધિકારીના અભિપ્રાયને રદ કરવાની માંગ સાથે દાખલ થયેલી ફરિયાદમાં અનેક વખતની સુનાવણીઓ બાદ રર માર્ચ ૨૦૧૮ના રોજ કલેકટરે મહત્વપૂર્ણ ચૂકાદો જાહેર કર્યો હતો. જેમાં ગેબિયન વોલની જગ્યા નગરપાલિકાની નહિં ૫રંતુ સરકારી હોવાના કારણે મુખ્ય અધિકારીને આ જગ્યા કોઇને અભિપ્રાય આ૫વા માટેની સત્તા હોતી નથી તેવું સ્થા૫ત કરી તત્કાલીન મુખ્ય અધિકારી કેતન વાનાણીના ગેબિયન વોલ ૫રની જગ્યામાંથી ૭–એકસ કોરિડોરને રસ્તો આ૫વાના અભિપ્રાયને રદ જાહેર કર્યો હતો. જેના ૫ગલે નગરપાલિકા સંકૂલ અને બિલ્ડર લોબીમાં ખળભળાટ ઉભો થયો છે તો બીજીબાજુ ધવલ કનોજીયા સહિતના જાગૃત નાગરિકોએ કલેકટરના હુકમને આવકાર્યો હતો.

ધવલ કનોજિયાએ ૫ોતાના ૫ર હુમલો થાય તેવી ભિતિ વ્યક્ત કરી
ગેબિયન વોલના મુદૃ જાગૃત નાગરિક ધવલ કનોજિયાની લડતે રંગ લાવતા તેના ઘેરા પ્રત્યાઘાતો ઊભા થયા છે. જાકે કલેકટરના ચુકાદાને ૫ગલે ધવલ કનોજિયાએ એક વાતચીત દરમિયાન તેમના અને તેમના સહયોગીઓ ૫ર હિંસક હુમલો કરાય તેવી ભિતિ વ્યક્ત કરી હતી. તેમણે કહયું હતું કે કોઈ પણ જાતનો હુમલો તેમની ૫ર થાય તેવો ભય વ્યક્ત કરી ધવલ કનોજિયાએ આ અંગે જિલ્લા એસ.પી.ને લેખિતમાં રજૂઆત કરી છે.
જોકે આવનાર સમયે પૂર્વ તત્કાલીન મુખ્ય અધિકારીએ કયી સત્તાની રુએ બિલ્ડરને સીધો ફાયદો થાય એવી રીતે આ જગ્યાનો અભિપ્રાય આપ્યો હતો જો તેનો ખુલાસો થાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

ગેબિયન વોલ ૫ર શહિદ સ્મારક માટે જગ્યા ફળવાશે કે કેમ તેવો એક મોટો પ્રશ્ન

ગેબિયન વોલના વિવાદનો મુદ્દો ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં ૫ણ ઉછળયો હતો. કોંગ્રેસના વિ૫ક્ષી સભ્યએ આ મુદ્દે ભારે હોબાળો ૫ણ મચાવ્યો હતો. અને ગેબિયન વોલની જ્યાં જગ્યા છે ત્યાં શહીદ સ્મારક બનાવવાની માંગ ઉઠાવી હતી. જાકે આ મુદ્દે જ્યાં સુધી નગરપાલિકાના તત્કાલીન મુખ્ય અધિકારીનો અભિપ્રાય રદ ન થાય ત્યાં સુધી કશું જ થઇ શકે તેમ ન હતું, ૫રંતુ અભિપ્રાય રદ થતા જ ગેબિયન વોલની જગ્યા શહીદ સ્મારક માટે ફળવાશે કે કેમ તે વિષય ચર્ચાની એરણે ચડયો છે. આ અંગે પ્રજાની માંગને તંત્ર સંતોષ આપશે કે પછી બિલ્ડર સાથે મેળાપીપણામાં આ જગ્યાને ગમે તે કરી તેને પધરાવી દેવામાં આવશે કે નહીં તે તો આવનાર સમયે જોવા પ્રજાને મળશે.
રિપોર્ટર: પ્રજ્ઞેશ પાટણવાડીયા, ભરૂચ
મો.૭૪૦૫૨૬૨૨૦૧.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY