રાજ્યભરની આંગણવાડીનાં ૧૪ લાખ ભૂલકાંઓને હવે યુનિફોર્મ અપાશે

0
9

અમદાવાદ,તા.૧૯
અમદાવાદ સહિત રાજ્યભરમાં આવેલ પ૩ હજાર આંગણવાડીઓમાં લાખોની સંખ્યામાં બાળકો રમત સાથે ભણી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા પહેલી વખત રાજ્યની તમામ આંગણવાડીના બાળકોને બે જાડી યુનિફોર્મ આપવામાં આવશે. આ યોજના દેશની પણ પહેલી યોજના બની રહેશે. કપડાની બાબતે બાળકોમાં સમાનતાનો ભાવ રહે અને તે આંગણવાડીનાં બાળકો હોવાનું અલગ અને એકસરખી ઓળખ પણ રહેશે.
સામાન્ય રીતે ખાનગી પ્લે ગ્રૂપમાં ભણતા બાળકો માટે યુનિફોર્મ ફરજિયાત હોય છે. તેથી તમામ ભૂલકાંઓ એકસરખા યુનિફોર્મમાં સોહામણાં લાગે છે. ખાનગી પ્લે ગ્રૂપની સરખામણીએ સરકારની પ૩ હજાર જેટલી આંગણવાડીમાં મોટી સંખ્યામાં બાળકો નિઃશુલ્ક પ્લે ગ્રૂપની સગવડ મેળવે છે. સરકારી શાળાઓમાં યુનફોર્મની વ્યવસ્થા સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે છે, પરંતુ હવે આગામી શૈક્ષણિક વર્ષથી આંગણવાડીના બાળકો પણ ખાનગી ગ્રૂપના બાળકો જેવા એકસરખા યુનિફોર્મમાં સોહામણાં દેખાશે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત રાજ્યભરની આંગણવાડીઓની સંખ્યા પ૩ હજાર છે, તેમાં ૩ થી ૬ વર્ષના બાળકો પ્લે ગ્રૂપમાં જાય છે. આ બાળકોની સરકાર દ્વારા આગામી વર્ષથી બે જાડી યુનિફોર્મ અપાશે. આ બાળકોની સંખ્યા ૧૪ લાખ જેટલી છે, જેમાં છોકરાઓ માટે ચેક્સવાળો શર્ટ-બ્લૂ રંગનું હાફ પેન્ટ પસંદ કરાયું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY