ડાંગ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર ડામોરે ચાર્જ સંભાળ્યો
આહવા, તા.૬
૨૧ માસની ટૂંકી પરંતુ અસરકારક કામગીરી બાદ ડાંગ જિલ્લામાંથી બઢતી સાથે વિદાય લઇ રહેલા કલેક્ટર શ્રી બી.કે.કુમારને ભાવભર્યુ વિદાયમાન આપવા સાથે, નવનિયુક્ત કલેક્ટર શ્રી એન.કે.ડામોરને આવકારવાનો એક કાર્યક્રમ આહવા ખાતે યોજાઇ ગયો.
પ્રજા કલ્યાણની કામગીરીમાં ડાંગના તમામ અધિકારીઓ, કચેરીઓના મળેલા હકારાત્મક સહયોગને કારણે તેઓ સફળ થયા છે તેવો પ્રતિભાવ વ્યક્ત કરતા ડાંગમાંથી વિદાય લઇ રહેલા કલેક્ટર શ્રી બી.કે.કુમારે ડાંગ જિલ્લાના અધિકારીઓની ટીમ ભાવનાને બિરદાવી, નવનિયુક્ત કલેક્ટર શ્રી એન.કે.ડામોરને પણ તેવો જ સહયોગ મળી રહેશે તેમ જણાવ્યું હતું.
અદના આદમી એવા જન સામાન્યનું જરા પણ અહિત નહીં થાય તેની તકેદારી સાથે સૌને કામગીરી કરવાનો અનુરોધ કરતા નવનિયુક્ત કલેક્ટર શ્રી એન.કે.ડામોરે, જિલ્લાના છેવાડાના માનવીઓ સુધી તેમની સેવાઓ પહોîચાડવાની તેમની પ્રતિબદ્ધતા રહેશે તેમ જણાવ્યું હતું.
આહવાના ડાંગ દરબાર હોલ ખાતે યોજાયેલા વિદાય અને આવકાર સમારોહ દરમિયાન ડાંગના જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા, પોલીસ અધિક્ષક શ્રીમતી શ્વેતા શ્રીમાળી, નાયબ વન સંરક્ષક શ્રી અગિન્શ્વર વ્યાસ, નિવૃત્ત અધિક કલેક્ટર શ્રી એ.ડી.બાગુલ તથા ડાંગના નિવાસી અધિક કલેક્ટર શ્રી ટી.કે.ડામોરે વિદાય લઇ રહેલા કલેક્ટરશ્રી સાથેના સંસ્મરણો તથા તેમના કાર્યાનુભવો વ્યક્ત કરી, વડિલતુલ્ય અને માર્ગદર્શક એવા શ્રી બી.કે.કુમારની કાર્યશૈલીને બિરદાવી હતી.
દરમિયાન ડાંગ જિલ્લાના જુદા જુદા વિભાગો/કચેરીઓના અધિકારીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી બીબીબેન ચૌધરી સહિત જિલ્લાના પદાધિકારીઓ, કર્મચારીઓ, મીડિયાકર્મીઓ, સાપુતારા હોટલ એસોસિએશનના હોદૃદારો, વેપારી મંડળના સભ્યો વિગેરેએ ઉપસ્થિત રહીને, શ્રી બી.કે.કુમારને ભાવભર્યુ વિદાયમાન આપવા સાથે, શ્રી એન.કે.ડામોરનું સ્વાગત કર્યું હતું.
ઉલ્લેખનિય છે કે, વિદાય લઇ રહેલા કલેક્ટર શ્રી બી.કે.કુમારે તેમના કાર્યકાળ દરમિયાન ડાંગ જેવા છેવાડાના-અંતરિયાળ જિલ્લામાં વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે જિલ્લાના પ્રજાજનોની સેવા માટે, રાતદિવસ એક કરીને, તેમના પ્રોઁ, સમસ્યાઓ વિગેરેનું નિરાકરણ લાવવાની દિશામાં કામગીરી કરી છે. વારસાઇ નોîધણી જેવી મહેસૂલી કામગીરી હોય, કે રાત્રિ સભા જેવી ચેલેન્જિંગ કામગીરી હોય, કલેક્ટર તરીકે શ્રી બી.કે.કુમાર ક્યારેય પાછુ વળીને જાયુ નથી. રાજ્ય સરકારની છેવાડાના માનવીઓ માટેની કલ્યાણલક્ષી યોજનાઓનો, જિલ્લામાં સારી રીતે અમલ થાય, જરૂરિયાતમંદ લાભાર્થીઓને તેનો લાભ સમયસર મળે, તે માટે પણ શ્રી કુમારે હંમેશા હકારાત્મક્તા સાથે કામગીરી કરી છે. જેને કારણે તેઓ છેવાડાના માનવીઓના મન પણ જીતી શક્યા છે. મહેસૂલી કામગીરીના ભાગરૂપે અવારનવાર, ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત વખતે પણ તેઓ પ્રજાજનોને અંગત રીતે મળીને, તેમના ખબર અંતર પુછીને, તેમની મુંઝવણનો ખ્યાલ મેળવતા રહેતા હતા, અને તેમની જરૂરિયાતો, મુશ્કેલીઓનો સાચી દિશામાં નિકાલ થાય, તેવા હંમેશા પ્રયાસો કરતા રહ્ના છે. ડાંગ જિલ્લાની ટૂંકી કારકિર્દી દરમિયાન જિલ્લાના તમામ વિભાગો, કચેરીઓના અધિકારીઓ સહિત, જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લાના મીડિયાકર્મીઓ, તથા પ્રજાજનો સાથે ખૂબ જ સુમેળભર્યા સંબંધો રાખીને, કોઇને પણ તેમના, કે તેમની કામગીરી પ્રત્યે અસંતોષ ન પ્રવર્તે, તેની તકેદારી રાખવામાં તેઓશ્રી સફળ રહ્ના છે. ડાંગના લોકો તેમને લાંબા સમય સુધી યાદ રાખશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




