રણબીર ફ્રેન્ડ કરતા પણ વધુ હોવાની આલિયાની કબુલાત

0
97

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઇ,
બોલિવુડમાં યુવા પેઢીના સૌથી લોકપ્રિય અભિનેતા રણબીર કપુરના આલિયા ભટ્ટ સાથે સંબંધોને લઇને ભારે ચર્ચા છે. રણબીર કપુર હાલમાં પોતાની ફિલ્મ સંજુના પ્રમોશનમાં વ્યસ્ત છે. બીજી બાજુ આલિયા પણ પોતાની ફિલ્મ રાજીના પ્રમોશનમાં વ્યસ્ત છે. આવી સ્થિતીમાં બન્ને સાથે નજરે પડી રહ્યા છે. રણબીર કપુર સાથે પોતાના પ્રેમ સંબંધોને લઇને છેલ્લા કેટલાક દિવસથી હેવાલ આવી રહ્યા છે ત્યારે હવે આલિયા ભટ્ટે પણ સંબંધના મામલે ખુલાસો કર્યો છે. આલિયા ભટ્ટે કહ્યુ છે કે તે રણબીર કપુરની ખુબ નજીક છે. પ્રેમ સંબંધો અંગે પુછવામાં આવતા શરૂઆતમાં આલિયાએ પ્રશ્નને ટાળવાનો પ્રયાસ કર્યો હતો. જા કે અંતે આલિયાએ કહ્યુ હતુ કે રણબીર કપુર સાથે તેના સંબંધ ફ્રેન્ડ કરતા વધારે છે. આલિયાએ કહ્યુ હતુકે રણવીર સિંહ સાથે તેના કોઇ લિંક અપ નથી. તેનુ કહેવુ છે કે રણબીર કપુરની સાથે તે એક ફિલ્મમાં પણ કામ કરી રહી છે. રણબીર સાથે સંબંધોને લઇને વારંવાર અહેવાલ આવી રહ્યા છે તે અંગે પુછવામાં આવતા આલિયાએ પરોક્ષ રીતે સંબંધ હોવાની કબુલાત કરી હતી. અફેયરના હેવાલ હમેંશા હાસ્યાસ્પદ અને આનંદ આપે છે. પહેલા પણ તેના સંબંધો જુદા જુદા કલાકારો સાથે હોવાના હેવાલને લઇને આવતા રહ્યા છે. રાજી ફિલ્મ રજૂ કરવામાં આવી છે. ફિલ્મના નિર્દેશન તરીકે મેઘના ગુલજાર છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ ઉપરાંત વિક્કી કોશલ અને રજિત કપુર સોની રાજદાન કામ કરી રહ્યા છે. આ ફિલ્મ ૧૧મી મેના દિવસે આજે રજૂ કરવામાં આવી હતી. ફિલ્મના ગીતો ગુલઝાર દ્વારા લખવામાં આવ્યા છે. આલિયા ભટ્ટે ફિલ્મમાં શાનદાર ભૂમિકા અદા કરી છે. તેના રોલની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે.
બોલિવુડમાં તમામ કલાકારો તેમની પ્રશંસા કરી રહ્યા છે. આલિયા પોતાની કેરિયરની શરૂઆત કરણ જાહરની ફિલ્મ મારફતે કર્યાબાદથી સતત સફળ સાબિત થઇ રહી છે. સ્ટુડન્ટ ઓફ ધ યર મારફતે તેની કેરિયર શરૂ થઇ હતી. વરૂણ ધવન અને સિદ્ધાર્થ મલહોત્રા દ્વારા પણ આ ફિલ્મ મારફતે કેરિયર શરૂ કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY