આમોદ ના અમન પાર્ક સોસાયટી મા વારંવાર વીજળી ગુલ થતાં ઉપકરણો ઉડી જતા લોકો ના જીઇબી ની કચેરી ખાતે ટોળા ભેગા થયા હતા
આમોદ ના ભીમપુરા ગામ નજીક આવેલ અમન પાર્ક સોસાયટી મા વારંવાર વીજ લાઈટ ગુલ થતાં સોસાયટી ના વીજ ઉપકરણો ઉડી જતા રાત ના સમયે જીઇબી કચેરી ખાતે લોકો ના ટોળે ટોળાં ઊમટી પડ્યા હતા
જયારે સોસાયટી ના રહીશો એ આક્રોશ વ્યકત કરતાં જણાવ્યુ હતું કે જીઈબી કચેરી મા સોસાયટી ના રહીશો દ્વારા વારંવાર વીજળી ગુલ થયા ની લેખીત ફરીયાદ નોંધાવી હતી તેમ છતાં રીપેરીંગ કામ ન કરાતા સોસાયટી ના ઉપકરણો બળી ને ખાક થઈ ગયા હતા જયારે જેની જાણ કરવા કચેરી ખાતે આવી પહોંચેલા ટોળા ને મોડી રાત્રે કચેરી ખાતે કોઇ જવાબદાર વ્યક્તિ ન મળતાં સોસાયટી ના રહીશો મા રોષ ફાટી નીકળ્યો હતો
જયારે એક સવાલ અહીયા એ ઉભો થાય છે કે રાત્રી ના સમયે પણ આમોદ ની જીઈબી કચેરી ખાતે કોઇ જવાબદાર વ્યક્તિ હાજર ન રહેતાં કચેરી ખાતે પડી રહેલ લાખો રૂપિયાનો સામાન ચોરી થાઈ તો તેનો જવાબદાર કોણ તેવી અનેક ચર્ચાઓ એ પંથક મા ભારે જોર પકડ્યું છે
આમોદ જીઈબી કચેરી ના ડેપ્યુટીએન્જીનીયરે ટેલીફોનીક વાતચીત કરતાં જણાવ્યું હતું કે દેણવા ફીડર લાઈન પર વીજ વાયર ને તેજ હવા ના કારણે ઝાડ ની ડાળી ઓ અડી જતી હોવાના કારણે સમસ્યા સર્જાઈ હતી જે ના પગલે વીજ વાયરો નજીક ની ઝાડ નીચે ડાળી ઓ કાપવાની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરી દીધી છે અને સર્જાયેલ સમસ્યા નો હલ ટુંક સમયમાં જ આવી જશે તેમ તેમણે જણાવ્યું હતું
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






