આમોદ તાલુકાના આછોદ ગામે ગત રાત્રીના સમયે પગ ઉપર ગાડી ચઢાવી દેવા જેવી નજીવી બાબતે એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થતા આછોદ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થતિ બની હતી જેના પગલે આછોદ ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જયારે આમોદ પોલીસે રાયોટીંગ એકટ નો ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

આમોદ પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના આછોદ ગામે નવીનગરીમાં રેહતા અશફાક ઇકબાલ ઉમર પઠાણ તેની ચા ની લારી ઉપર હાજર હતો તે સમયે કેટલાક ઈસમો એ અશફાક પાસે આવી તારા ભાઈ ઇમરાને મારા પગ ઉપર ફોરવિહીલ ગાડી ચઠાવી દીધેલ છે આજે તેને પતાવી દેવો છે તેમ કહી ગાળો આપી તમાચા મારી દીધા હતા તેમજ આરોપીઓ એ ગેરકાયદેસર મંડળી બનાવી કેબીન નથી તોડફોડ કરી સળગાવી દીધી હતી ઝુનુંની ટોળાએ અશફાક ની કેબીન તથા થ્રેવીલ ટેમ્પો તથા નજીકમાં પડેલ ઘાસચારો સળગાવી દઈ જાન થી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે
આમોદ પોલીસે આછોદ ગામે બે જૂથ વચ્ચે મારામારી થઇ હોવાની જાણ થતાં આમોદ પોલીસ ના એ.એસ.આઈ.દેવેન્દ્રસિહ કનકસિહ તથા તેમના સ્ટાફના માણસો આછોદ ગામે પહોંચી ગયા હતા તે દરમિયાન આમોદ પોલીસ સ્ટેશન ના કોન્સ્ટેબલ ભગીરથ દાદુભાઈ ને પથ્થર મારા માં ઈજાગ્રસ્ત થતા માથાના ભાગે ગંભીર ઈજા ઓ પહોચતા તેઓને આમોદ ની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જે અંગે આમોદ પોલીસે કાયદેસર ગૂનો નોંધી આરોપીઓ સામે રાયોટીંગ નો ગુનો નોધી આરોપી ઓ ની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







