ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ દ્વ્રારા 200 પેટી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો જાણો ક્યાં?

0
27

ગુજરાત માં દારૂ દારૂબંધી હોવા છતાં દરરોજ ગુજરાત માં લાખો નો રૂપિયાનો દારૂ ઝડપાય છે. દાહોદ જિલ્લા ના ઝાલોદ તાલુકા ના મગાણીસર ગામેથી બાતમી ના આધારે ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ દ્વ્રારા 200 પેટી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો અને અગાઉ પણ દાહોદ જિલ્લા માં સ્ટેટ વિજિલન્સ દ્વ્રારા વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં કેટલાક પોલીસ કર્મી સસ્પેન્ડ પણ થયા હોવા છતાં દાહોદ જિલ્લામાં પોલીસ ને જ કાયદા નો ડર નથી. મગાણીસર ગામે થી વિદેશી દારૂ ઝડપાયો ત્યારે આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો તે પણ વાત ની પણ લોકો માં ચર્ચા થઈ રહી છે. સ્ટેટ વિજિલન્સ ના દરોડા બાદ સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ છૅ. પરિણામે સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો ઉભા થાય છે કે છેક ગાંધીનગર બેઠેલી વિજિલન્સ ટિમ ને દારૂ મળે છૅ તો સ્થાનિક ને કેમ નહીં ?
શુ આ બુટલેગર થી ઝાલોદ પોલીસ સ્ટેશન પીએસઆઇ ચૌધરી,ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તાર મગાણીસર ગામ ના બીટ જમાદાર,ઝાલોદ પોલીસ સ્ટેશન નો ડી.સ્ટાફ ? આ બધાજ અજાણ છે તેમ માનવાને કારણ ન હોઈ શકે.

ગુજરાત ની પ્રજા આ ઉંદર બિલાડી ના ખેલ ન સમજે એટલી ભોળી છે !!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY