આઝમગઢ,તા.૨૭
એસપીના મહાસચિવ અને ભૂતપૂર્વ પ્રધાન આઝમ ખાને કહ્યું હતું કે જો હું પ્રધાનમંત્રી હોત તો પુલવામામાં ૪૦ જવાનોનાં મૃત્યુ પછી પાકિસ્તાન પર ૪૦ સેકન્ડનો સમય બગાડ્યા વગર હુમલો કરી દીધો હોત. પરિણામની ભણક ફણ ન લાગત અને નાપાક પાક પર તરત હુમલો કરી દીધો હોત.
એસપી આૅફિસમાં પત્રકારો સાથે વાતચીતમાં આઝમ ખાને કહ્યું કે કોઈ પણ વ્યકિત મૃત્યું પામે તો જા હિન્દુ હોય તો અંતિમ સંસ્કાર અને મુસ્લિમોમાં નમાજ જવુ જરૂરી છે. એવું માનવામાં આવે છે કે તેના વગર મુકિત ન મળી શકે. જો મૃતદેહ ન મળે તો મુસ્લિમોમાં ગાયબાને કરવાની છૂટ આપવામાં આવે છે.
તેમણે કહ્યું હતું કે, હવાઈ હુમલામાં પાકિસ્તાનના ૪૫૦ લોકો માર્યા ગયા હતા. એનાથી પણ વધુ હોઈ શકે છે. મને ખબર નથી કે પાડોશી પાકિસ્તાન કેવો ઇસ્લામિક દેશ છે કે જેણે આટલા બધા લોકોના મૃત્યુ પછી પણ નમાજમાં પ્રાર્થના ન કરી. ભાજપ સરકારને ટાર્ગેટ કરતા તેમણે કહ્યું કે ખોટા વચનો અને ખોખલા વાયદાને કારણે હવે લોકોનુ દિલ ભરાઈ આવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




