ભરૂચ:
ભરૂચ ને.હા.નં ૮ અડીને આવેલ હલદરવા ગામ પાસે આગળ ચાલતી ટ્રકમાં પાછળ ચાલી રહેલ લકઝરી બસના ડ્રાયવરે ધડાકા ભેર ઘુસી જતા અકસ્માત સર્જાયેલ હતો. આ અકસ્માતમાં બસમાં સવાર ૧૦ થી ૧૨ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જેમને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માં આવ્યા હતા. આજ રોજ વહેલી સવારનાં સમયે ભરૂચનાં નેશનલ હાઇવે નંબર ૮ હલદરવા ગામ પાસે આગળ ચાલી રહેલ ટ્રકમાં પાછળનાં ભાગે થી અમદાવાદ થી સુરત તરફ જઈ રહેલ લકઝરી બસના ડ્રાયવરને ઝોકા અવતાં હોઈ બસ પરના સ્ટેરિંગ પરનો કાબું ગુમાવતાં બસ ટ્રકના પાછળના ભાગમાં ધડાકા ભેર અથડાય હતી. જેમાં બસમાં સવાર ૪૦ મુસાફરો પૈકી ૧૦ થી ૧૨ મુસાફરોને ઈજાઓ પહોંચતા તેવોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતાં. જોકે અહીં નોંધવું રહ્યું કે નેશનલ હાઈવે નંબર ૮ પર વહેલી સવાર ના ગાડી ચલાવતી વખતે ડ્રાયવરો ને ઊંઘ અવતાં અથવા તો ઝોકા અવતાં રોડ પર જ પાર્ક કરીને બેસી જતા ગાડીઓ ને લીધે અકસ્માતોનું કારણ વધવા પામ્યું છે. જે અંગે હાઈવે ઓથોરિટી અથવા સ્થાનિક પોલીસ જાગૃતિ લાવવા કોઈ પ્રયાસ કરે તે ખુબ જ જરૂરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"