સુરત,
તા.૧૧/૦૩/૨૦૧૮
વરાછા વિસ્તારમાં ૧૪ મહિલા સહિત ૧૭ જુગારીઓને વરાછા પોલીસે પકડી પાડી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી રૂ.૨૮૧૬૦ની રોકડ કબજે કરી હતી.વરાછા પોલીસે બાતમીને આધારે વરાછા રણુજાધામ સોસાયટીમાં એક મકાનમાં રેડ પાડી હતી. તે દરમિયાન ત્યાં જુગાર રમતી મહિલાઓ રંગેહાથે પકડાય હતી.
મહિલાઓની સાથે જુગાર રમવામાં ૩ યુવકોને પોલીસે પકડી પાડયા છે. પકડાયેલા જુગારીઓમાં ભગવાન મોહન ત્રાડા અને તેની પત્ની ગીતા ત્રાડા (બન્ને રહે,રણુજાધામ સોસાયટી, વરાછા),કલ્પેશ રમણીક જાષી,હિતેશ રસિક પરમાર(બન્ને રહે,પારેખનગર સોસાયટી,પુણાગામ), નીમુ એભલ બલદાણીયા(રહે,અમરદીપ એપાર્ટ,પુણાગામ), જયાબેન જીવણ ગોહિલ(રહે,નદંનવન સોસાયટી,પુણાગામ),જાષીકાબેન અરવિંદ પટેલ(રહે,વર્ષો સોસાયટી, એલ.એચ.રોડ,વરાછા), વનીતા કૌશિક માંડલીયા(રહે,માત્ર્šશકિત સોસાયટી, કાપોદ્રાન), ચંપા અરવિદ મેઘાણી(રહે,રણુજાધામ સોસાયટી, વરાછા) પકડાયા હતા.
બીજા રૂમમાં મધુબેન તાનુ ચોહલીયા(રહે,ઈશ્વરકૃપા સોસાયટી,માતાવાડી,વરાછા),નીલમ નરસિંહ ગોંડલીયા(રહે,મોહનકાકાની ચાલી, વર્ષા સોસાયટી,માતાવાડી,વરાછા), સોનલ રમેશ અરજણ(રહે,ભગુનગર સોસાયટી,વરાછા), દયાબેન ભરત દુલા(રહે,નદનવંન સોસાયટી, પુણાગામ), અનીતા રાજેશ ગઢાણીયા(રહે,વર્ષા સોસાયટી,વરાછા),ભાવના નરોત્તમ સુવાગીયા(રહે,રણુજાધામ સોસાયટી, વરાછા) અને દયા નવીન મણીયાર(રહે,તીરૂપતિ એપાર્ટ, સીતાનગર,વરાછા) છે. તમામ મહિલાઓના પતિ એમ્બોઈડરી અને હીરાના ધંધા સાથે સકળાયેલા છે. છેલ્લા ઘણા સમયથી આ જુગારધામ ચાલતું હતું. વધુ તપાસ વરાછા પોલીસ કરી રહી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"