ન્યુ દિલ્હી,
આધાર જારી કરનાર યુઆઈડીએઆઈ દ્વારા હવે ચહેરાથી આધારનું વેરિફિકેશન એટલે કે ખરાઈ કરવાની શરુઆત કરવામાં આવશે અને હવે તે ઓગસ્ટ માસથી શરુ થઈ જશે. આ યોજનાને એક મહિનો પાછી ઠેલવામાં આવી છે.
અજય ભૂષણ પાંડે જે યુઆઈડીએઆઈના સીઈઓ છે એમણે એવી જાણકારી આપી છે કે, આ નવી સુવિધાની તૈયારી માટે કેટલોક વધુ સમય જાઈએ છે માટે હવે આ નવી સીસ્ટમ ઓગસ્ટ મહિનાથી શરુ થઈ જશે અને આધારકાર્ડ ધારકના ચહેરાથી તેની ખરાઈ કરવામાં આવશે. પહેલાં આ યોજનાને જુલાઈથી શ કરવાની જાહેરાત થઈ હતી પરંતુ હજુ સીસ્ટમને ગોઠવવા માટે સમયની જર છે. અત્યારે આઈરીસ અને આંગળીઓના નિશાનથી ખરાઈ થાય છે પરંતુ હવે ચહેરાથી થશે અને આ સીસ્ટમ પણ ચાલુ જ રહેશે. ખરાઈ માટે વધુ એક વિકલ્પ આપવામાં આવ્યો છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






