ભોપાલ,તા.૧૮
મધ્યપ્રદેશમાં ગુરુવારે એક મોટી દુર્ઘટના થવાથી બચી હતી. ગોધરા-રતલામ વચ્ચે બનેલા ક્રોસિંગમાં એક ટ્રક બેરિયર તોડીને ટ્રેન સાથે ટકરાયો હતો. આ દુર્ઘટનામાં ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા હતા. દુર્ઘટનામાં ઘાયલ ટ્રક ડ્રાઇવલનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે, આ ઘટના ૬.૪૪ મિનિટ પર ત્રિવેદ્રમ રાજધાની સાથે ઘટની હતી.
એક્સપ્રેસ ગોધરા અને રતલામ વચ્ચેથી પસાર થઇ રહી હતી. જાકે, રસ્તામાં એક ક્રોસિંગમાં બેરિયર લાગેલું હતું. આ વચ્ચે એક ફૂલ સ્પીડમાં આવેલી ટ્રક બેરિયર તોડીને સીધી જ ત્રિવેન્દ્ર રાજધાની સાથે ટકરાઇ હતી. ટ્રક સાથે ટક્કર લાગવાની સાથે જ ટ્રેનના બે ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા. અને સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગયા હતા.
ટ્રેનમાં ઝાટકો લાગવાથી યાત્રીઓમાં હડકંપ મચી ગઇ હતી. જાકે, કોઇને પણ ઇજાઓ પહોંચી ન્હોતી. પરંતુ ઘટનામાં ટ્રક ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ વેસ્ટર્ન રેલવેના અધિકારી સ્થળ ઉપર પહોંચી ગયા હતા. અને ઘટનાની તપાસ હાથધરી હતી. ક્ષતિગ્રસ્ત ડબ્બાઓમાંથી યાત્રઓને બહાર કાઢીને બીજા ડબ્બામાં સિફ્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ક્ષતિગ્રસ્ત ટબ્બાને ટ્રેનથી અલગ કરાયા હતા. રાજધાનીને ઘટના સ્થળથી આગળ રવાના કરી દેવાઇ છે. અધિકારીઓએ જણાવ્યું કે, પાટા ઉપર રાહત કાર્ય ચાલું છે. ટ્રેન સંચાલન શરૂ કરી દેવાયું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




