૬૨ વર્ષના વૃદ્ધે સગીરાને બાથમાં ભીડી અડપલાં કરતા હાહાકાર

0
16

સુરત,તા.૨૯
સુરતના વાડીફળિયાના સિદ્ધિ ક્લાસિસમાં અભ્યાસ કરતી ધો.૭ની વિદ્યાર્થિનીની છેડતી થતાં ચકચાર મચી ગઇ હતી. શિક્ષકના ૬૨ વર્ષના પિતાએ સગીરા પાસે પાણી મંગાવ્યા બાદ બાહુપાશમાં જકડી અડપલાં કરવા સાથે ચુંબન પણ કરી લીધું હતું. આ અંગે અઠવા પોલીસે ગુનો નોંધી છેડતીખોર પ્રવીણચંદ્ર કાંટવાલાની ધરપકડ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે નવાપુરા ગોલવાડ ખાતે રહેતા જગદીશ રાજપરા (નામ બદલ્યું છે.) જરી કામ કરે છે. રાજપરા પરિવારની ૧૨ વર્ષીય પુત્રી કોટવિસ્તારની શાળામાં ધોરણ ૭માં અભ્યાસ કરે છએ. અને વાડિફળિયામાં ખાંડવાળાની શેરીમાં આવેલા સિદ્ધિ ક્લાસિસમાં ટ્યૂશને જાય છે. ગુરુવારે સગીરા સ્કૂલેથી પરત ફર્યા બાદ ગુમસુમ અને નિરાશ હતી માતાએ શું થયું છે એમ પૂછતાં જ સગીરાએ માતા સમક્ષ વર્ણવેલી હકીકતથી માતા સમક્ષ વર્ણવેલી હકીકતથી સૌ કોઇના પગ તળેથી જમીન સરકી ગઇ હતી.
બીજા દિવસે માતાએ પૂછતા તેણીએ પ્રવીણચંદ્રની વિકૃત હરકતો અંગે ઘટસ્ફોટ કર્યો હતો. વિદ્યાર્થિની સાથે છેડતીના બનાવને પગલે વાલીઓનું ટોળું ગુરુવારે ક્લાસિસ પર પહોંચ્યું હતું. અને ભારે હલ્લો મચાવ્યા બાદ આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY