આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરનો વલસાડ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

0
13

વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર તા.૨૯/૬/૧૮ના રોજ સવારે ૭-૦૦ કલાકે અતુલ ખાતે તેમજ સવારે ૮-૦૦ કલાક ધરમપુર તાલુકાના ઓઝરપાડા ખાતે વોકેશનલ ટ્રેનિંગ સેન્‍ટરની મુલાકાત લેશે. મંત્રીશ્રી સવારે ૧૦-૧૫ કલાકે ધોડીપાડા ખાતે સ્‍થાનિક પ્રશ્‍નો અંગે અધિકારી અને કાર્યકરો સાથે મુલાકાત કરશે. બપોરે ૨-૦૦ થી ૩-૦૦ દરમિયાન સર્કિટ હાઉસ ઉમરગામ ખાતે પડતર પ્રશ્‍નો અંગેની બેઠકમાં તેમજ સાંજે ૪-૦૦ થી ૬-૦૦ દરમિયાન વાપી સર્કિટ હાઉસ ખાતે ચણોદ-ડુંગરા-વાપી શહેરના નોટીફાઇડના પ્રશ્‍નો અંગેની બેઠકમાં હાજરી આપી અનુラકૂળતાએ ધોડીપાડા જવા રવાના થશે. મંત્રીશ્રી તા.૩૦/૬/૧૮ના રોજ સવારે ૮-૦૦ કલાકે માલખેત ખાતે બેટી બચાવો કાર્યક્રમમાં તેમજ સવારે ૯-૦૦ કલાકે ફેલોશીપ ઇંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલ, ડુંગરા ખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમ પૂર્ણ થયે ધોડીપાડા જવા રવાના થશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY