સર્જિકલ સ્ટ્રાઈકના વીડિયો પર કૉંગ્રેસના પ્રહાર: મત માટે સેનાનો ઉપયોગ કરી રહી છે ભાજપ

0
505

કૉંગ્રેસે આરોપ લગાવ્યો સેનાનું બલિદાન વોટમાં બદલવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે

ભારતીય સેના દ્વારા 21 મહિના પહેલા PoKમાં ઘુસીને આતંકવાદી કેમ્પ પર કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઇકનો એક વીડિયો સામે આવ્યો છે, ત્યારબાદથી એકવાર ફરી દેશનું રાજકારણ ગરમાયું છે.

કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સેનાનું બલિદાન વોટમાં બદલવાના પ્રયાસ સરકાર ન કરે. ત્યારે ભાજપે કહ્યુ છે કે આ વીડિયો પર દેશના દરેક નાગરિકે ગર્વ કરવો જોઇએ.

કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ભાજપ પર સેનાની સાથે સોતેલો વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત તેમને પૂછવામાં આવ્યું છે કે આ વીડિયો જાહેર કરવાની જરૂર કેમ પડી.

સુરજેવાલાએ કહ્યું, ‘સત્તાધારી પાર્ટીએ યાદ રાખવું જોઇએ કે તેઓ સેનાના જવાનોનું બલિદાનનો ઉપયોગ મત મેળવવા માટે ન કરી શકે. જવાન જ હોય છે જે દેશ માટે પોતાના જીવનું બલિદાન આપી દે છે અને આ મોદીજી છે જેમનું તેમના માટે મહિમામંડન કરવામાં આવી રહ્યું છે.

ભાજપ સર્જિકલ સ્ટ્રાઇકની વીરગાથાને મત મેળવવા માટે ઉપયોગ કરી રહી છે. રાષ્ટ્રએ આ વાતને સમજવાની જરૂર છે કે જ્યારે પણ મોદી સરકાર નિષ્ફળ થાય છે, જ્યારે પણ અમિત શાહની ભાજપ હારવા લાગે છે તેઓ પોતાના રાજકીય ફાયદા માટે સેનાની બહાદુરીનો દુરુપયોગ કરવા લાગે છે.’

ઉલ્લેખનીય છે કે સર્જિકલ સ્ટ્રાઇકના બીજા દિવસે સેનાના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટ્રી ઑપરેશન્સ રણબીર સિંહે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને તેની માહિતી આપી હતી. ત્યારબાદ પાકિસ્તાને કહ્યુ હતુ કે ભારત દ્વારા આ પ્રકારની કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. પરંતુ હવે આ કાર્યવાહીના 21 મહિના બાદ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કેટલાય લૉન્ચ પેડ્સ નષ્ટ થતા જોઇ શકાય છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY