આદિવાસી સમાજ ની માંગ મેડીકલમા ૨૦૧૮/૧૯નાએડમિશન મુદ્દેશંકાસ્પદ આદિજાતિ પ્રમાણપત્ર ની તપાસ તાત્કાલિક જરૂરી..

0
105

ચાલુ વર્ષે ધોરણ ૧૨ સાયન્સ પછી મેડિકલ ક્ષેત્રના તમામ અભ્યાસક્રમમાં એડમીશન મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ NEET ની રાષ્ટ્રીય સ્તરની પરિક્ષા પાસ કરવાની હોય છે.ત્યાર બાદ દરેક રાજ્ય તેમની કેટેગરી પ્રમાણે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે.

ગુજરાત રાજ્ય માં એડમીશન કમિટી ફોર પ્રોફેશનલ પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ અંડર ગ્રેજયુએટ GMERS medical college Gandhinagar દ્વારા તૈયાર કરવામાં આવેછે.આદિવાસી સમાજ ના આગેવાનોએ લેખિતમાં. જણાવ્યા મુજબ છેલ્લા બે વર્ષથી આ યાદીમાં ઘણા બધા બિન આદિવાસી નો સમાવેશ થયેલો છે.અને MBBS તેમજ અન્ય ઘણા બધા મેડિકલ ને લગતા અભ્યાસ ક્રમમાં એસ ટી ની સીટો પર પ્રવેશ મેળવી લેવાની ફિરાકમાં છે.આ સાથે શંકાસ્પદ અનુસુચિત જનજાતિ નું લીસ્ટ પણ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર ને મોકલવામાં આવેલ છે. આદિવાસી સમાજ ના આગેવાનો દ્વારા એવી માંગણી કરવામાં આવી છે કે પ્રમાણપત્રો ની ખરાઈ થયા બાદ જ પ્રવેશ ની કાયૅવાહી કરવામાં આવે જેથી અનુસુચિત જનજાતિ નાં યોગ્ય ઉમેદવાર ને તેનો હક્ક મળી રહે , એકવાર પ્રવેશ મેળવી લીધા પછી નીચા એસ. ટી.મેરિટ મર્યાદા ને કારણે ગણતરી માં લેવાતા નહોય જેથી આ કાર્યવાહી તાત્કાલિક ધોરણે સમય સર કરવાની માગણી કરી છે .. .. આદિજાતિવિભાગ કમિશનર શ્રી ગાંધીનગર ને આ બાબતે આદિવાસી સમાજ દ્વારાલેખિત રજૂઆત કરવામાં આવી છેઅને આ સાથેશંકાસ્પદ અનુસુચિત જનજાતિ લિસ્ટ પણ મોકલવામાં આવેલ છે હવે સમયસર યોગ્ય તપાસ હાથ ધરીને યોગ્ય હક્ક દાર વિદ્યાર્થીઓને એડમિશન મળે છે કે કેમ?એ એક યક્ષ પ્રશ્ન છે.

રીપોટૅર ભુપેન્દ્ર ચૌધરી માંગરોળ. 9904686604

મોકલનાર:- મહેન્દ્ર નારણ ભીલ

લાલ ટેકરી, ભિલવાસ,

ભુજ – (કચ્છ) 370201

તારીખ: 26.06.2018

પ્રતિ,

કમિશનર શ્રી,

આદિજાતિ વિકાસ વિભાગ,

બિરસા મુંડા ભવન, સેક્ટર – 10,

ગાંધીનગર – ગુજરાત

વિષય:- શંકાસ્પદ આદિજાતિ પ્રમાણપત્ર બાબત.

સાહેબ શ્રી,

જય બીએચએઆરએટી ભારત સાથે જણાવવાનું કે ચાલુ વર્ષ ધોરણ 12 સાયન્સ પછી મેડિકલ ક્ષેત્ર ના તમામ અભ્યાસ ક્ર્મો માં જોડાવવા માંગતા તમામ વિદ્યાર્થી ઓએ “NEET” ની રાષ્ટ્રીય સ્તર ની પરીક્ષા પાસ કરવાની હોય છે. ત્યાર બાદ દરેક રાજય તેમની કેટેગરી પ્રમાણે મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવે છે. ગુજરાત રાજ્ય માં એડમિશન કમિટી ફોર પ્રોફેસોનલ પોસ્ટ ગ્રજયુટ તેમજ અંડર ગ્રજુયટ GMERS Medical College, Gandhinagar દ્વારા તૈયાર કરવામાં આવે છે. વધુ માં જણાવવાનું કે છેલ્લા બે વર્ષ થી આ યાદી માં ઘણાબધા “બોગસ આદિવાસી” (બિન આદિવાસી) નો સમાવેશ થયેલો છે. MBBS તેમજ અન્ય ઘણા બધા મેડિકલ ને લગતા અભ્યાસક્રમ માં એસટી ની સીટો પ પ્રવેશ મેળવી લેવાની ફિરાક માં છે. આ સાથે વર્ષ 2018-19 નું શંકાસ્પદ અનુસુચિત જનજાતિ લિસ્ટ (બિડાણ) કરેલ છે.

આપ સાહેબ શ્રી, ને ખાસ વીંનતી કે ઉપરોક્ત બાબત માં યોગ્ય કાર્યવાહી / પ્રમાણ પત્રો ની ખરાઈ થયાબાદ પ્રવેશ ની કાર્યવાહી કરવામાં આવે જેથી અનુસુચિત જનજાતિ ના યોગ્ય ઉમેદવાર ને તેનો હક મળી રહે. વધુ માં જવાવવાનું કે એકવાર પ્રવેશ મેળવી લીધા પછી નિચલા એસ.ટી. મેરીટ મર્યાદા ના કારણે ગણતરી માં લેવાતી નથી. જેથી આ કાર્યવાહી સમયસર કરાવવા વીંનતી છે.

માહિતી : http://www.medadmgujarat.org/ ug/home.aspx

આભાર સહ,

આપનો વિશ્વાસુ

Sd/-

મહેન્દ્ર નારણ ભીલ

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY