ગરુડેશ્વર ના કુંભિયા ગામે વીજળી પડતા યુવતીનું મોત,નાના ભાઈ ને ઇજા

0
367

ગુરુવારે સાંજે અચાનક ગાજવીજ સાથે વરસાદ માં રમતા નાના ભાઈ ને તેડવા ગયેલી બહેન અને ભાઈ બંને પર વીજળી પડતા બેભાન બાદ બહેનનું મોત

રાજપીપળા: નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકાના કુંભિયા ( કસુમ્બિયા ) ગામે ગુરુવારે સાંજે અચાનક વીજળી પડતા એક યુવતીનું મોત થયું હતું જેમાં જાણવા મળ્યા મુજબ કુંભિયા ગામમાં રહેતા મહેશભાઈ રેવાભાઈ તડવી નો નાનો છોકરો મનોજ વરસાદ માં ખુલ્લા માં રમી રહ્યો હતો જેથી એ પલળીને બીમાર ન પડે એ માટે મોટી બહેન રંજન મહેશભાઈ તડવી (19) એને ખુલ્લા માંથી લેવા ગઈ હતી પરંતું અચાનક ગાજવીજ સાથે વરસાદ આવતા બંને ભાઈ બહેન એક ઝાડ નીચે ઉભા હતા ત્યાંજ કડાકા સાથે વીજળી પડતા બંને સ્થળ પરજ બેભાન થઈ ગયા ત્યારબાદ બંને ને 108 મારફતે સારવાર માટે નજીકના દવાખાને લઈ ગયા પરંતુ ફરજ પર ના તબીબે રંજન તડવી ને મૃત જાહેર કરી મનોજ ની સારવાર કરી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY