ધોનીના મગજમાં શું ચાલે છે એતો તે જ કહી શકેઃ કોહલી

0
11

એડિલેડ,તા.૧૬
ભારત-આૅસ્ટ્રેલિયા વચ્ચે રમાય રહેલી ત્રણ મેચની શ્રેણીની બીજી મેચમાં કોહલી અને ધોનનીના શાનદાર પ્રદર્શનને કારણે ભારત જીત હાસલ કરી શકિયું હતું. આ મેચમાં કોહલીની સદી અને ધોનીનો વિનીંગ શાટને લોકો સોશ્યલ મીડિયા પર વખાણ કરી રહ્યા છે.
ધોની અને કોહલીએ મળીને ટીમને મેચમાં ટકાવી રાખી હતી. જ્યારે છેલ્લી ઓવરમાં ભારતને સાત રનની જરૂર હતી ત્યારે ધોનીએ ઓવરના પ્રથમ બોલમાં જ સિક્કસર મારીને ભારતને જીતની દિશા તરફ વાળી લીધી હતી. ધોનીને લઇને કપ્તાન કોહલીએ નિવેદન આપતા કહ્યુ હતું કે એડિલેડમાં રમાયેલી આ મેચમાં ધોનીની શાનદાર ઇનિંગ જાવાની તક મળી. તેમણે જણાવ્યું હતું કે ૫૦ ઓવર સુધી વિકેટકીપિંગ કર્યા પછી પણ આ રીતે ગેમ રમવી સેહલું નથી. ધોની મેચને અંત સુધી લઇ ગયા અને મેચને ખતમ પણ કરી. માત્ર ધોની જ જાણ છે કે તેમના મગજમાં શું ચાલી રહ્યુ છે.
વધુમાં કપ્તાને જણાવ્યું હતું કે મેચ દરમિયાન તેઓ મેદાન પર એકદમ શાંત હતા અને મને પણ એકદમ શાંત રાખવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા કે જેથી હું કોઇ ખરાબ શાટ ન રમું. જ્યારે ટીમમાં ધોનીની હાજરીને લઇને આલોચના કરી રહેલા લોકોને સીધો જવાબ આપતા કપ્તાને કહ્યુ હતું કે એ વાતને લઇને કોઇ શંકાને સ્થાન જ નથી કે ટીમમાં કોહલીની હાજરીને લઇને સવાલ થવો જ ન જાઇએ.
આ સીવાય ભારતીય ટીમના બોલરોના પણ વખાણ કરતા કહ્યુ હતું કે ટીમના બેસ્ટમેન સીવાય પણ ટીમના બોલરનોનું પણ શાનદાર પ્રદર્શન રહ્યુ હતું, કારણ કે તેમને ટીમ આૅસ્ટ્રેલિયા પર ખૂબજ દબાવ નાખ્યો હતો અને ખૂબજ ઓછા રન બનાવવા પર મજબુર કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY