સેવા પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓએ સામાજિક દાયિતવ અદા કર્યું
આહવા, તા.૭
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી સરકારી વિજ્ઞાન કૉલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ૭ દિવસીય વાર્ષિક એન.એસ.એસ. કેમ્પ તાજેતરમાં ગોડલવિહીર ગામે યોજાઇ ગયો. કૉલેજના પ્રિન્સિપાલ શ્રી એન.એમ.ટંડેલના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. વિભાગ દ્વારા આયોજિત આ શિબિર દરમિયાન કૉલેજના વિદ્યાર્થીઓએ ફૂલગુલાબી ઠંડીમાં અવનવી સેવાકિય પ્રવૃત્તિઓમાં જાડાઇને તેમનું સામાજિક દાયિત્વ અદા કર્યુ હતું. દરમિયાન ગોîડલવિહીર ગામમાં પ્રભાતફેરી સહિત સ્વચ્છતા અભિયાન, મતદાર જાગૃતિ અભિયાન, બેટી બચાવો-બેટી પઢાવો વિષયક જનજાગૃતિ કાર્યક્રમો આયોજિત કરાયા હતા. શિબિર દરમિયાન તા.૩૧મી જાન્યુઆરીએ વિશ્વ જાદુગર દિવસની ઉજવણીના ભાગરૂપે શિબિરાર્થીઓએ અંધશ્રદ્ધા નિવારણના કાર્યક્રમનું પણ આયોજન કરાયુ હતું. જ્યારે આરોગ્ય કર્મચારીઓના સહયોગથી ગ્રામજનોની આરોગ્ય ચિકિત્સા સાથે વ્યસનમુક્તિના કાર્યક્રમો પણ યોજાયા હતા. જિલ્લાના નડગ્યા દેવ પર્વત ઉપર ટ્રેકિંગ સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોથી વિદ્યાર્થીઓને માહિતગાર પણ કરાયા હતા. એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રી ડૉ.જગદીશ ચૌહાણની આગેવાની હેઠળ સ્વયંસેવકોના જુદા જુદા ગૃપ રચી, તેમને સામાજિક જવાબદારીના પાઠ પણ શીખવાડવામાં આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



