પ્લાસ્ટીક ઝુંબેશ : મોટા ઉત્પાદકોને રાહત, નાના ધંધાર્થીઓ પર તવાઈ

0
11

અમદાવાદ,તા.૧૯
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ ઉત્સવોની ઝાકમઝોળ અને સ્વચ્છતા સર્વેક્ષણ ર૦૧૯ના અભિયાનને કારણે પ્રતિબંધિત પ્લાસ્ટીકનો શહેરભરમાં થઇ રહેલા છૂટથી વપરાશ સામે આંખ આડા કાન કર્યા હતા. જાકે હવે રહી રહીને જાણે કે ડહાપણની દાઢ ફૂટી હોય તેમ તંત્રે છેલ્લાં ચારેક દિવસથી પ્રતિબંધિત પ્લાસ્ટીક સામે ઝુંબેશ શરૂ કરી છે, પરંતુ આમાં પણ વહાલાં-દવલાંની નીતિ અપનાવાઇ રહી હોવાની ગંભીર ફરિયાદો ઊઠી છે.
અત્યાર સુધીમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા વેપારીઓ પાસેથી કુલ રૂ.બે લાખથી વધુનો દંડ વસૂલાયો છે, પરંતુ દંડનાં મામલે ધારા ધોરણ જળવાતાં નથી તેવી ગંભીર ફરિયાદો ઊઠી રહી છે.
આમ તો સત્તાવાળાઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીકનું છૂટક વેચાણ કરનારા શાક માર્કેટના અને ફળ-ફળાદિના નાના ધંધાર્થીઓને સકંજામાં લેવાઇ રહ્યા છે. જોકે પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઉત્પાદકો અને જથ્થાબંધ વેપારીઓ સામે હજુ સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી. જોકે જે નાના ધંધાર્થીઓ પાસેથી દંડની વસૂલાત કરાય છે તેમાં પણ યોગ્ય ધારા ધોરણો જળવાતાં નથી.
જે તે ઝોનના અધિકારીની મન મરજી મુજબ રૂ.૧૦૦થી લઇને રૂ.૧૦,૦૦૦ સુધીનો દંડ વસૂલાય છે. તેમાં પણ શહેરની જાણીતી હોટલ-રેસ્ટોરાંના મામલે સિફતપૂર્વક કઇ હોટલ રેસ્ટોરાંને નોટિસની બજવણી કરાઇ તેની માહિતી મીડિયાથી છુપાવવામાં આવે છે.
હોટલ રેસ્ટોરાંના સંચાલકો વગદાર ધંધાર્થી ગણાતા હોઇ તેમની પાસેથી દંડ પણ વસૂલાતો નથી, માત્ર પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરીને તેનો નાશ કરાઇ રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY