ઊંધિયાનાં રસિકો માટે માઠા સમાચાર, ભાવમાં વધારો ઝીંકાયો

0
10

અમદાવાદ,તા.૪
ઉત્તરાયણ પર્વેની ઉજવણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ફરસાણની દુકાનોમાં ઊંધિયા અને જલેબીના કોમ્બો પેકના ભાવના લિસ્ટ લાગી ગયા છે. પતંગરસિયાઓનું મનપસંદ ઊંધિયું બનાવવા માટે ઉપયોગમાં લેવાતાં શાકભાજી પ્રમાણમાં ઘણાં સસ્તાં છે, છતાં ઊંધિયાનો ભાવ તેનાથી ત્રણ ગણો એટલે કે રૂ. ૪૦૦થી ૬૦૦ પ્રતિકિલોએ વેચાણ થઈ રહ્યુ હોવા છતાં શહેરીજનો હોંશે હોંશે હજારો કિલો ઊંધિયું તથા જલેબી ઝાપટશે. શાકભાજી સસ્તાં હોવાના કારણે ઊંધિયું પ્રમાણમાં સસ્તું મળવું જાઈએ, તેના બદલે રૂ. ૪૦૦ના ભાવે મળી રહ્યુ છે. જલેબીના ભાવમાં પણ ભારે વધારો થયો છે.
ઊંધિયાના સ્વાદના રસિયાઓ પતંગબાજી સાથે સપરિવાર ખાણી-પીણીની મન મૂકીને મોજ માણશે. ઉત્તરાયણ પર્વ પર પતંગબાજીના પેચ લડાવવાની સાથે-સાથે ઊંધિયા તથા જલેબીની માગ વધુ હોય છે. ચાલુ વર્ષે લીલાં શાકભાજીના ભાવ પ્રમાણમાં ઘણા ઓછા છે, છતાં ઊંધિયાના ભાવમાં ગત વર્ષની તુલનાએ કોઈ ઘટાડો થયો નથી. જલેબીના ભાવમાં ૧૦ થી ર૦ ટકાનો વધારો થતાં સ્વાદ રિસકો માટે કડવો બનશે.
તેમ છતાં અમદાવાદીઓ મોંઘવારીને એક બાજુએ મૂકીને ઊંધિયું-જલેબી ઝાપટશે. સ્વાદરિસયાઓ ઊંધિયા-જલેબી સાથે શેરડી, બોર, જમરૂખ અને તલસાંકળીનો સ્વાદ પણ માણશે. પતંગનો પેચ લગાવવાની સાથે-સાથે ઉંધિયા-જલેબીની જયાફત મન મૂકીને માણવાનો ક્રેઝ છેલ્લાં કેટલાંક વર્ષથી વધી રહ્યો છે.
જે રૂપિયા ૪૦૦થી લઈને રૂપિયા ૭૦૦ રૂપિયે કિલોના ભાવે વેચાય છે. લોકો રૂપિયા ખર્ચીને પણ તહેવારોની મોજ માણે છે. પતંગ-દોરીના ભાવ તો ઊંચા છે જ પણ સાથે ખાવાના શોખીનોને પણ ઊંધિયું-જલેબી ખરીદવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY