અમદાવાદ,તા.૨૧
અમદાવાદમાં ચોરીના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ચોરોને જાણે કાયદાનો કોઇ ભયના હોય તેમ બિન્દાસ ચોરીઓ કરે છે. જેમાં પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા હોય તેવું આ ઘટના જાતા પ્રતિત થાય છે.
અમદાવાદના કેશવ બાગ પાસે ૧૫ લાખની ચોરી થઇ હોવાનુ સામે આવ્યુ છે. તક્ષશિલા એપાર્ટમેન્ટમાં ૪ ફ્લેટના તાળા તૂટ્યા છે. જેમાંથી ૨ ઘરમાંથી શખ્સો ૧૫ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા છે. જ્યારે અન્ય બે ઘરમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો ગયો હતો.
સિકિયોરિટી ગાર્ડ પોતાના કામથી બહાર ગયો હતો તે સમયે આ બનાવ બન્યો હતો. તસ્કરોએ તકનો લાભ લઇને પાછળના રોડથી દિવાલ કૂટીને પ્રવેશ્યા કર્યો હતો. ચોરીને પગલે વસ્ત્રાપુર પોલીસને જાણ કરાતા વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



