અમદાવાદ,તા.૧૨
અમદાવાદના નરોડામાં હરિદર્શન ચાર રસ્તા પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં મોડી રાતે પત્ની અને પુત્રીને મોતને ઘાટ ઉતાર્યા બાદ માતાની હત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો ત્યારબાદ પતિએ પાતે ગળા ફાંસો ખાઇને જીવન ટૂકાવ્યું હતું.આ મામલામાં મળી આવેલી સુસાઈડ નોટના પગલે ચોંકાવનારો ખુલાસો થયો છે.
વેપારી કૃણાલ ત્રિવેદીએ કાળી વિદ્યા અને દારુ પીવાની લતના કારણે આવુ પગલુ ભર્યુ હોવાનો ઉલ્લેખ સુસાઈડ નોટમાં કર્યો છે.તેણે સુસાઈડ નોટમાં માતાને ઉદ્દેશીને હિન્દીમાં લખ્યુ છે કે, મમ્મી, આપ મુજે કભી સમજ નહી પાએ..પુરી દુનિયાને મુજે શરાબી કહા પર મેં નશા કરતા કિયો થા..યદી આપને મુજે પહેલા દીન સમજ લીયા હોત તો આજ મેરી જીન્દગી કુછ ઓર હોતી…મેંને આપસે કાલી શક્તિઓ કા ઝીક્ર કિયા થા લેકિન આપને નહી માના….મેને એમ પી વાલે કો ૧.૪૫૦ લાખ રુપિયે દીયે હૈ…ધંધે મેં કીસી કા કર્ઝદાર નહી હું…મેંને શરાબ કભી શોખ સે નહી પી..કાલી વિદ્યાઓને મેરી ઈસ કમજારી કા ભરપૂર ઉપયોગ કીયા હૈ….મેરે સાસ સસુર ઔર આપ કો કોઈ તકલીફ આયે એસા મેં ચાહતા નહી થાય..લેકીન હાલાતને મુજે ઉપર નહી આને દીયા..જીવન મેં કઈ બાર ગીરા ઔર ખડા હુઆ લેકીન હારા કભી નહી……જિગ્નેશભાઈ શેર અલવિદા કહે રહા રહૈ…અબ આપકી જવાબદારી હૈ…જીતના કવિતા કર પાતી થી વો કરતી થી,…મા કો વિશ્વાસ થા કે કુલદેવી આયેગી ઓર ઉસે(કૃણાલ)કો બચાકર નિકાલ લેગી પર કાલી શક્તિયા ઈતની આસાનીથી કહાં પીછા છોડતી હૈ..
નરોડામાં આ ઘટનાથી ઈગાલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પત્ની અને પુત્રીની હત્યા કર્યા બાદ પિતાએ મકાનનો દરવાજા અંદરથી બંધ કર્યા બાદ પોતે આપઘાત કર્યો હતો.
આ કેસની વિગત એવી છે કે નરોડા
સ્વામિનારાયણ મંદિર પાસે હરિદર્શન ચાર રસ્તા પાસે આવેલા અવની સ્કાય એપાર્ટમેન્ટમાં રહેતા કૃણાલભાઇ ત્રિવેદી (ઉ.વ.૫૦) અને તેમના પત્ની કવિતાબહેન ત્રિવેદી (ઉ.વ.૪૫ ) તેમજ પુત્રી શરીન (ઉ.વ.૧૬) સાથે રહેતા હતા. આજે મોડી રાત્રે કોઇક અગમ્ય કારણોસર પતિએ આવેશમાં આવીને જઇને પ્રથમ પત્ની અને પુત્રી દવા પીવડાવીને હત્યા કરી હતી. ત્યારબાદ માતાની હત્યાનો પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ કૃણાલભાઇએ મકાનનો દરવાજા અંદરથી બંધ કરી દીધો હતો અને પોતે છતની હુકમાં લટકી જઇને પોતે પણ આપઘાત કર્યો હતો.આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસ કન્ટ્રોલમાં જાણ કરી હતી.
આ ઘટનાની જાણ થતા નરોડા પોલીસે ત્યાં પહોચીને તપાસ કરતાં મકાનનો દરવાજા અંદરથી બંધ હોવાથી પોલીસે દરવાજા તોડીને અંદર જઇને જાયું તો જમીન પર માતા અને પુત્રીની લાશ પડેલી હતી અને માતા પણ તરફડીયા મારી રહી હતી તો બીજીતરફ પિતા ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસે ગંભીર હાલતમાં માતાને હોસ્પિતલ મા દાખલ કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં પુત્રીના મોંઢામાંથી ફીણ નીકળતું હોવાથી તેને ઝેરી દવા પીવડાવીને પિતાએ તેની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતુ. જ્યારે પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હોવાની શંકા સેવાઇ રહી છે.
બીજીતરફ કૃણાલભાઇએ પણ પોતાની જાતે ફાંસો ખાઇને અંતિમ પગલું ભર્યું હતું. જા કે આ સમગ્ર ઘટના કેવા સંજાગોમાં બની હતી તેનું કારણ શોધવા માટે નરોડા પોલીસે એફએસએલની મદદ લીધી હતી. તપાસમાં કૃણાલભાઇ છુટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




