જીએસટી ઓડિટ રિપોર્ટની મુદતમાં વધારો, વેપારીઓને રાહત

0
6

અમદાવાદ,તા.૨૯
જીએસટી હેઠળના ઓડિટ રિપોર્ટ રજૂ કરવાની સમય મર્યાદામાં સરકાર દ્વારા વધુ એક વખત વધારો કરવામાં આવતા વેપારીઓને રાહત મળી છે ૨૮મી ફેબ્રુઆરી સુધીમાં આવા ઓડિટ રિપોર્ટ રજૂ કરનાર સામે કોઇ દંડનીય કાર્યવાહી નહીં કરવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે એટલેકે કે વેપારીઓને વધુ ૨૮ દિવસની મુદત ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવા માટે મળી છે .
વેપારી મંડળો, ટેક્સ પ્રેકિટશનર એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જાન્યુઆરી માસમાં જીએસટી કાયદા હેઠળના માસિક રિટર્ન ફોર્મ જીએસટીઆર-૧, જીએસટીઆર-૩બી તેમજ ત્રિમાસિક રિટર્ન ફોર્મ જીએસટીઆર-૧ રજૂ કરવાની કામગીરીમાં વેપારીઓ વ્યસ્ત રહેશે.
જેના કારણે ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવા ઉપર પૂરતું ધ્યાન આપી શકશે નહીં અને સમયસર રિપોર્ટ સબમિટ નહીં કરે તો દંડ ભરવો પડશે. તેથી વ્યાજબી મુશ્કેલીઓને ધ્યાને રાખીને વેપારીઓને એક મહિનાની મુદત આપવામાં આવે જેથી તેઓ જીએસટીઆર-૧, જીએસટીઆર-૩બી તેમજ ત્રિમાસિક રિટર્ન ફોર્મ જીએસટીઆર-૧ સમય મર્યાદામાં ભરીને વાર્ષિક ઓડિટ રિપોર્ટ રજૂ કરવા માટે પૂરતો સમય મેળવી શકે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY