અમદાવાદ,તા.૩૧
અમદાવાદના એલિસબ્રીજ વિસ્તારમાં આવેલા વાસણામાં બપોરે શંકર ભગવાનના મંદિરમાં જઈને કોર્પોરેશનના અધિકારીઓએ તોડફોડ કરતા સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે પાલડી એનઆઈડી રોડ પર આવેલા સ્કોટ ભવનની બાજુમાં જ શંકર ભગવાનનું મંદિર આવેલું છે.
આ વિસ્તારના ભાજપના આગેવાનો જણાવે છે કે, ૧૯૯૫ થી આ મંદિર આવેલું છે. આ વિસ્તારના નાગરિકો ખૂબ જ શ્રદ્ધા પૂર્વક મંદિરમાં આવી પૂજા અર્ચના કરે છે. આ મંદિરને કારણે ટ્રાફિક ને કોઈ સમસ્યા થતી નથી આ મંદિર કોઈ રીતે કોઈને પણ અડચણરૂપ નથી. વરસાદના સમયમાં ઉપરથી પાણી ન પડે તે માટે શ્રદ્ધાળુઓએ મંદિરની ઉપર પતરા નો શેડ બનાવ્યો હતો. આજે કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના અધિકારીઓ એકાએક જ બુલડોઝર અને લોખંડના હથોડા લઈને આવી ગયા હતા તેમજ પતરા નો શેડ તોડી નાખ્યો હતો અને મંદિરમાં પણ આડેધડ રીતે તોડફોડ કરી છે ત્યારબાદ કોર્પોરેશનની ટીમ તૂરત જ નીકળી ગઈ હતી.
બીજી બાજુ આ ઘટનાની જાણ થતાં જ ભાજપના આગેવાનો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મંદિરના સ્થળે એકઠા થયા હતા એલિસબ્રિજ ના ધારાસભ્ય રાકેશ શાહની સાથે કમિશનરને રજૂઆત કરનારા ભાજપના પૂર્વ કોર્પોરેટર દિપક ભટ્ટ અને પાલડીના યુવા કાર્યકર હેમલ રાઠોડ ખુબજ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું છે કે, કોર્પોરેશનના ટીડીઓ ખાતાના અધિકારીઓ ભ્રષ્ટ છે. તાજેતરમાં જ પાલડી ભઠ્ઠા પાસે એક મસ્જિદ બની ગઈ છે. મંજૂરી ન હોવા છતાં બે માળની મસ્જિદ બનાવી દેવાય છે. તેઓનું કહેવું છે કે અમને મુસ્લિમોની મસ્જિદ કે તેના ધાર્મિક સ્થળો સામે કોઈ જ વિરોધ નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



