અમદાવાદ,તા.૩
સામાન્ય રીતે ઘર ખાલી હોય ત્યારે ચોર પોતાની કળા બતાવીને ફરાર થઇ જતા હોય છે. અને તેમને પકડવા માટે પોલીસને ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે. પરંતુ અમદાવાદમાં ચોરીના એક બનાવમાં ચાલુ ચોરીએ જ ચોર ઘરના બાથરૂમમાંથી પકડાયો હતો.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી રમજીત સોસાયટીમાં રહેતા અને જ્વેલર્સનો વેપાર કરતા જીગર પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, ૧ ફેબ્રુઆરીના દિવસે સંબંધીનું રિસેપ્શન પૂર્ણ કરી પરિવાર ઘરે ફર્યો ત્યારે ઘરનું તાળુ તૂટેલું હતું. જેથી પરિવારે પોલીસને જાણ કરી હતી.
પોલીસ આવી તપાસ કરતા ઘરના એક બાથરૂમમાં ચોર સંતાયેલો નજરે ચડ્યો હતો. આમ ચોર ચાલુ ચોરી દરમિયાન જ પકડાઇ ગયો હતો.
પોલીસે તેની પૂછપરછ કરતા સાગર સોવિંગ દંતાણી હોવાનું ખુલ્યું હતું. તેની પાસેથી ચોરીનો સામાન મળી આવ્યો હતો. આ અંગે મણિનગર પોલીસે વધુ તપાસ હાથધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



