અમદાવાદ,તા.૩૦
અમદાવાદમાં હવે વોટર એરોડ્રોમ બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન થઈ ગયાં છે. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર આગામી વર્ષે વોટર એરોડ્રોમ કાર્યરત થઈ જવાની શકીયતા છે. અમદાવાદ જ નહીં, રાજ્યમાં પાલિતાણાના શેત્રુજી નાગરિક ઉડ્યન મંત્રાલય દ્વારા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
આ યોજના શરૂ થતાં જ અમદાવાદીઓ એક જ દિવસમાં બેથી ત્રણ સ્થળોએ સી-પ્લેન દ્વારા મુસાફરી કરી શકશે. સાબરમતી રિવરફ્રન્ટ પર વાસણા ડેમ તરફ અને ઇન્દિરાબ્રિજ તરફના કિનારા પર વોટર એરોડ્રોમ બનાવવા અંગે સર્વે કરવાની કામગીરી શરૂ કરાઈ છે, જેના માટે અધિકારીઓની નિમણૂક પણ કરી દેવામાં આવી છે.
આ અંગે રાજ્ય સરકારના ટૂરિઝમ વિભાગના સચિવ એસ.જે. હૈદરે જણાવ્યું હતું કે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રોમ અંગેની કામગીરી માટે અમદાવાદ એરપોર્ટના ડાયરેક્ટરની મેન્ટોર તરીકે નિમણૂક કરાઈ છે રાજ્યમાં અન્ય ચાર જગ્યાએ પણ વોટર એરોડ્રોમ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. સી-પ્લેન પાણીમાં ઊતરે કે ટેક ઓફ કરે, પરંતુ તે માટે નજીકમાં એરોડ્રોમ જરૂરી હોય છે એટલે સરદાર સાબરમતી રિવરફ્રન્ટ, સરદાર સરોવર, ધરોઈ ડેમ અને શેત્રુજી પાસે કિયાઆ સ્થળ યોગ્ય છે તે અંગે પ્રી-ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરી અમદાવાદ, વડોદરા અને ભાવનગર એરપોર્ટ ડાયરેક્ટરે આપવાનો રહેશે. સાબરમતી નદીમાં, ધરાઇ ડેમ અને શેત્રુજી ડેમ ખાતે ખુલ્લા પાણીમાં વોટર એરોડ્રોમ બનાવવા આયોજન છે.
આ અધિકારીઓને ચાર દિવસ અગાઉ કામગીરીનો ઓર્ડર થયો છે. આ અંગે અમદાવાદ એરપોર્ટ ડાયરેક્ટર મેજર મનોજ ગંગલે જણાવ્યું હતું કે ડેમ સાઇટ ઉપર એરપોર્ટ કિયા બની શકે તે અંગે સ્થળ નક્કી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ તંત્રની પણ મદદ લેવાશે. પાણીમાં પ્લેન ઊતર્યા બાદ કિનારે આવેલો માણસ કિયાથી બહાર જઇ શકે તે સુવિધા ઊભી થશે. આ અંગેની મિટિંગ ટૂંક સમયમાં મળશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




