અમદાવાદમાં સ્વાઈન ફ્લૂનો આતંક : વધુ પાંચ કેસ નોંધાતા ખળભળાટ મચ્યો

0
10

અમદાવાદ,તા.૧૪
રાજ્યમાં ફરી સ્વાઇન ફ્લૂનો કારો કેર યથાવત છે. આજે પણ અમદાવાદની સિવિલ હોસ્પિતલમાં સ્વાઈન ફ્લૂના વધુ ૫ કેસો નોંધાયા છે. સિવિલ હોસ્પિતલમાં અત્યારે કુલ ૧૯ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સ્વાઈન ફ્લૂનો કારો કેર યથાવત રહેલા તંત્ર સજ્જ બની ગયું છે.
અગાઉ રાજકોટમાં સ્વાઈન ફ્લૂના વધુ ૨ કેસો પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. આ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિતલમાં સ્વાઇન ફ્લૂના ૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે સુરતમાં સ્વાઈન ફ્લૂના ૧૦ પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. હાલ સ્વાઈન ફ્લૂ સિવાય મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં પણ વધારો જાવા મળ્યો છે. અત્યાર સુધી સ્વાઈન ફ્લૂમાં ૧૦ દિવસમાં ચાર લોકોના મોત થયા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિતલમાં ૯ દર્દીઓ સારવાર હેઠળ છે. તેમાંથી ૯ માંથી ૭ દર્દીઓનો સ્વાઈન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ૯માંથી ૨ દર્દીઓ અમદાવાદના, જ્યારે ૭ દર્દીઓ અન્ય શહેરના જાણવા મળ્યા હતા. હવે સિવિલ હોસ્પિતલમાં સ્વાઈન ફ્લૂનો આંકડો ૧૯ થઈ ગયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY