ભાનુશાળી હત્યાનો મુખ્ય આરોપી છબિલ પટેલ એસઆઈટી સમક્ષ હાજર થયો

0
9

અમદાવાદ,તા.૧૪
ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાના કેસમાં મુખ્ય આરોપી છબિલ પટેલની અમદાવાદ એરપોર્ટ બહાર પોલીસે ધરપકડ કરી લીધી છે. ધરપકડથી બચવા છબિલ પટેલે અનેક પ્રયાસો કર્યા છતા આખરે તેણે એસઆઈટી સમક્ષ શરણાગતિની તૈયારી દર્શાવી હતી. ગુરુવારે સવારે ત્રણ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર અરબ એમિરાતની ફ્લાઈટમાંથી ઉતરીને એરપોર્ટ બહાર આવતા જ છબિલ પટેલને સીઆઈડીના અધિકારીઓએ ઝડપી લીધો હતો. ધરપકડથી બચવા માટે ભાનુશાળીની હત્યાના થોડા દિવસ અગાઉ જ છબિલ પટેલ અમેરિકા ભાગી ગયો હતો. જા કે ગુરુવારે તે દોહા થઈને અમદાવાદ આવી પહોંચ્યો હતો.
છબિલ પટેલ પુણેના બે શાર્પશૂટર્સને સોપારી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે છબિલે શશિકાતંને ભાનુશાળીની હત્યા માટે રૂ. ૩૦ લાખની સોપારી આપી હતી. શશિકાંત અને અસરફ નામના શાર્પશૂટર્સને પોલીસે સાપુતારાથી ઝડપી લીધા છે.
ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની ૮મીજાન્યુઆરીના રોજ ભુજથી સયાજીનગરી એક્સપ્રેસમાં એસી ફર્સ્ટ ક્લાસમાં કેટલાક શખ્સોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. કચ્છના રાજકારણમાં બહુચર્ચિત સેક્સકાંડને અન્ય વિવાદને લઈને ભાનુશાળીની હત્યા થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સેક્સકાંડમાં ભાનુશાળી સાથે નક્કી થયેલી સમાધાનની રકમ મુજબ નાણાં નહીં ચૂકવવામાં આવતા તેની હત્યા કરવામાં આવી હતી.
જયંતિ ભાનુશાળીની હત્યા મામલે પોલીસે પાંચ લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી. આ પાંચ લોકોમાં છબિલ પટેલ, તેમનો પુત્ર સિદ્ધાર્થ પટેલ, અમદાવાદના નરોડા ખાતે રહેતી મનીષા ગોસ્વામી, જયંતિ ઠક્કર અને ઉમેશ પરમાર નામના વ્યકિતનો સમાવેશ થાય છે.
હાલમાં છબિલ પટેલને અમદાવાદ એરપોર્ટથી એસઆઈટી કચેરીએ પૂછપરછ માટે લઈ જવાયો છે. છબિલ પટેલની પૂછપરછ બાદ આ કેસમાં નવા તાણાવાણા ખુલવાની પ્રબળ શકીયતા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY