અમદાવાદ,તા.૧૩
રેડ એપલ હોટલની બાજુમાં પાર્ક કરેલી એક કારનો કાચ તોડીને કોઈ ગઠીયો કારમાંથી ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતનું લેપટોપ અને ડેટા કેબલ મળીને ૨૧ હજાર રૂપિયા લઈ ગયો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ કુમાર પ્રજાપતિએ તેમની સીઆઝ ગાડી જૂના વાડજ રેડ એપલ હોટલની બાજુમાં પાર્ક કરી હતી. દરમિયાન કોઈ કારનો કાચ તોડીને અંદરથી ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતનું લેપટોપ અને એક હજાર રૂપિયાની કિંમતનું ડેટા કેબલ ચોરી ગયો હતો. આ અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





