વીએસ હોસ્પિટલમાં કોર્પોરેશન સત્તાધીશોના મનસ્વીપણાથી ટ્રસ્ટીઓ નારાજ

0
8

અમદાવાદ,તા.૧૯
અમદાવાદમાં આવેલ વીએસ હોસ્પિટલના નવા બિલ્ડીંગનો વિવાદ વકર્યો છે. ટ્રસ્ટીઓ કોર્પોરેશન સત્તાધીશોના મનસ્વીપણાથી નારાજ છે. ચેરિટી કમિશનરના આદેશથી નારાજ ટ્રસ્ટી હાઈકોર્ટ પહોંચ્યા છે. વીએસ હોસ્પિટલના સહટ્રસ્ટ ચીનાઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ટ્રસ્ટને દૂર કરી રાજનેતાઓને સોંપી દેવામાં આવશે.
અમદાવાદમાં તાજેતરમાં બનેલી નવી વીએસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું હજુ ઉદ્ઘાટન નથી થયું એ પહેલા જ વિવાદમાં સપડાઇ છે. વીએસ હોસ્પિટલના સહટ્રસ્ટ ચીનાઇ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે કોર્પોરેશન દ્વારા તેને દૂર કરી રાજનેતાઓને સોંપી દેવાની તૈયારી કરી રહ્યું છે.
અમદાવાદમાં વધુ એક સરકારી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનીને તૈયાર થઇ ગઇ છે. ટૂંક સમયમાં આ હોસ્પિટલનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદીના હસ્તે કરવાની તૈયારી થઇ રહી છે, જા કે ઉદ્ધાટન થાય એ પહેલા હોસ્પિટલના સંચાલનને લઇને એક વિવાદ સપાટી પર આવ્યો છે.
વીએસ હોસ્પિટલના સહટ્રસ્ટ ચીનાઇ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો કે કોર્પોરેશન હોસ્પિટલની જવાબદારી કોર્પોરેટર અને રાજનેતાઓને સોંપી દેવા ઇચ્છે છે. અમદાવાદ ચેરિટી કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલા ઓર્ડરને પિટિશનરે હાઇકોર્ટમાં પડકાર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY