બહેનને છરીનાં ઘા ઝીંકી આરોપી ભાઈ ફરાર

0
49

અમદાવાદ,તા.૨૧
અમદાવાદ શહેરમાં ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ ઓઢવ વિસ્તારમાં ભાઈએ સગી બહેનને છરીના ઘા માર્યા હતા. તેમજ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બહેનને સારવાર માટે શારદાબેન હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઓઢવ પોલીસે હુમલા કરી ફરાર થયેલા ભાઈને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ રાજસ્થાનની હનુમાનગઢ જિલ્લાની રહેવાસી અંજુકવરે તેના જ ગામના રાજેન્દ્ર ચૌધરી સાથે પ્રેમ લગ્ન કરી અમદાવાદના ઓઢવમાં આવેલા અત્રિ રેસિડેન્સીમાં રહેવા આવ્યા હતા. પ્રેમ લગ્ન બાદ બંને પક્ષે સમાધાન થઈ ગયું હતું અને તેઓ એકબીજા સાથે વાતો કરતા હતા. થોડા દિવસ પહેલા અંજુકુંવરનો ભાઈ બજરંગ રાજપૂત અમદાવાદ નોકરી માટે આવું છું કહી બહેનના ઘરે આવ્યો હતો. બે દિવસ રોકાયા બાદ બપોરે બજરંગે તેની બહેન પર છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજા કરી બજરંગ ફરાર થઈ ગયો હતો. પ્રેમ લગ્નને લઈ બજરંગે હુમલો કર્યો હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. ઓઢવ પીઆઈ આર.જી.જાડેજાએ કહ્યું હતુ કે આરોપીને પકડવા બે અલગ-અલગ ટીમો બનાવી તૈયાર કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY