માનવ તસ્કરી કેસમાં ઝડપાયેલી માયા ૫૦ યુવતીઓનાં અપહરણ કર્યાની શંકા

0
7

અમદાવાદ,તા.૪
શહેરમાં એક માનવ તસ્કરીનો પર્દાફાશ થયો છે. પોલીસે ૧૮ વર્ષીય યુવતીના અપહરણ બાદ તેને વેચી દેવાના મામલે કઠવાડા વિસ્તારમાંથી માયા સથવારા નામની મહિલા અને પ્રકાશ મરાઠી નામના એક વ્યકિતની ધરપકડ કરી છે. માયા સથવારા નામની આ મહિલાએ અત્યાર સુધીમાં ૫૦ જેટલી છોકરીઓનું અપહરણ કર્યું હોવાની પોલીસને શંકા છે. અમદાવાદમાં અતિચર્ચાસ્પદ બનેલ વિશ્વા અપહરણ કેસમાં તોઇ કડી મળવાની પોલિસને આશા છે.
માયા સથવારા પહેલા અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલા બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી અને તે સોલાપુર વિસ્તારમાં બુટલેગર પ્રકાશ મરાઠી અને માસી નામથી જાણીતી એક મહિલાના સંપર્કમાં આવી હતી. માયા સથવારા આ પહેલા નારોલ વિસ્તારમાં હીરાના કારખાનામાં પણ કામ કરતી હતી. આ પહેલા પણ બુટલેગિંગના કેસમાં માયાની ધરપકડ થઇ ચૂકી છે.
અમદાવાદ પોલીસે ૧૮ વર્ષીય યુવતીના અપહરણ બાદ તેને વેચીવર્ષ ૨૦૧૬માં માયાએ ૧૪ વર્ષથી ૧૮ વર્ષ સુધીની છોકરીઓને ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું હતું. ડીસીપી સૌરભ તોલંબિયાએ જણાવ્યું કે, ‘માયા બે રીક્ષા ડ્રાઇવરની મદદથી છોકરીઓનું અપહરણ કરતી હતી જે બાદ તે છોકરીઓને પ્રકાશ મરાઠીને સોંપતી હતી જેને તે દેશના અલગ-અલગ વિસ્તારમાં વેચી દેતો હતો.’ દેવાના મામલે કઠવાડા વિસ્તારમાંથી માયા સથવારા નામની મહિલા અને પ્રકાશ મરાઠી નામના એક વ્યકિતની ધરપકડ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY